Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચને કૃતિ સેનનને પોતાનું ઘર ભાડે આપ્યું

મુંબઈ, બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પાસે મુંબઈ સહિત દેશ વિદેશમાં અબજાેની પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટીમાં તેમનો અંધેરીમાં એક ડુપ્લેક્સ ફ્લેટ પણ છે. આ ફ્લેટને કૃતિ સેનને ભાડે લીધો છે. કૃતિ સેનને આ ફ્લેટ ૨ વર્ષ માટે ભાડે લીધો છે.

એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, અમિતાભ બચ્ચનનો આ ફ્લેટ અંધેરી વેસ્ટના લોખંડવાલા રોડ પર એટલાન્ટિસ બિલ્ડિંગમાં ૨૭ અને ૨૮મા માળે છે. આ ફ્લેટનું એક મહિનાનું ભાડૂ ૧૦ લાખ રૂપિયા છે અને તેની સાથે ચાર કાર માટે પાર્કિંગ સ્પેસ પણ મળી છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કૃતિ સેનનનું ભાડાનું એગ્રીમેન્ટ ૧૨ નવેમ્બરના રોજ તૈયાર થયુ છે. આ એગ્રીમેન્ટ ઓક્ટોબર ૨૦૨૧થી ઓક્ટોબર ૨૦૨૩ સુધી વેલીડ છે. કૃતિ સેનને આ ફ્લેટ માટે ૬૦ લાખ રૂપિયા સિક્યોરિટી ડિપોઝીટ પણ કર્યા છે.

આ ફ્લેટની કિંમતની વાત કરીએ તો અમિતાભ બચ્ચને આ ફ્લેટને એપ્રિલ ૨૦૨૧માં ૩૧ કરોડ રૂપિયાથી પણ વધુ કિંમતમાં ખરીદ્યો હતો. વર્ક ફ્ન્ટની વાત કરીએ તો કૃતિ સેનન છેલ્લી વાર ફિલ્મ મીમીમાં નજરે પડી હતી. જેમાં તેના કામની ભારોભાર પ્રશંસા થઈ હતી. હવે કૃતિ સેનન જલ્દી બચ્ચન પાંડે, આદિપુરુષ, ભેડિયા અને ગણપત જેવી ફિલ્મોમાં નજરે પડશે.

અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચન પોતાની જૂહુ સ્થિત પોપર્ટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આપી ચૂક્યા છે. બેંક આ પ્રોપર્ટીનું દર મહિને ૧૮.૯ લાખ રૂપિયા ભાડૂ આપશે. સ્ટેમ્પ ડ્યૂટી ડોક્યુમેન્ટ મુજબ, બીગીએ ૩૧૫૦ સ્ક્વેર ફૂટ ગ્રાઉન્ડ ફ્લોર ૧૫ વર્ષ માટે આપ્યો છે.

દર ૫ વર્ષે આમાં ૨૫ ટકા ભાડૂ વધી જશે. તો શરૂઆતના પાંચ વર્ષોમાં ૧૮,૯૦,૦૦૦ રુપિયા દર મહિને આપવા પડશે. પાંચ વર્ષ બાદ ૨૩,૬૨,૫૦૦ રૂપિયા અને ૧૦ વર્ષ બાદ ૨૯,૫૩, ૧૨૫ રૂપિયા આપવા પડશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ૧૨ મહિના ભાડા પેટે ૨.૨૬ કરોડ રૂપિયા જમા કરાવી પણ દીધા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.