Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૯૭૪ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૧૯માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૭૯૭૪ નવા કેસ નોંધાયા છે અને ૩૪૩ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.

૭૯૪૮ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૮૭,૫૬૨ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે.

દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૩૮૯૮ કેસ નોંધાયા છે અને ૨૮૨ સંક્રમિતોના મોત થયા છે. ૧૫ ડિસેમ્બરે ૬૯૮૪ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૨૪૭ લોકોના મોત થયા હતા. ૧૪ ડિસેમ્બરે ૫૭૮૪ નવા કેસ અને ૨૫૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૩ ડિસેમ્બરે ૭૩૫૦ નવા કેસ અને ૨૦૨ લોકોના મોત થયા હતા.

૧૨ ડિસેમ્બરે ૭૭૭૪ નવા કેસ નોંધાયા હતા અને ૩૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૩૫, ૨૫,૩૬,૯૮૬ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૬૦,૧૨,૪૨૫ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૨,૧૬,૦૧૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.