Western Times News

Gujarati News

છરાવાળાના ઉમેદવારને માત્ર એક જ વોટ મળ્યો

વલસાડ, વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. પંચાયતોના જાહેર થયેલા પરિણામોમાં કેટલી ગ્રામ પંચાયતોમાં રસપ્રદ પરિણામ પણ બહાર આવી રહ્યા છે. આ એવા પરિણામો છે,જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. પત્નીએ પણ વોટ ના આપતા આખરે ઉમેદવાર રોઈ પડ્યો હતો. કેટલીક જગ્યાએ માત્ર એક વોટથી જ હાર- જીતનો ફેંસલો થઈ રહ્યો છે. તો કેટલીક જગ્યાએ ઉમેદવારોને નહિવત મળી રહ્યા છે.

આથી નહિવત મત મેળવતા ઉમેદવારો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ચૂંટણી પરિણામના કેટલાક કિસ્સા ઉમેદવારોનું ગૌરવ વધારનારા તો કેટલાક કિસ્સા ઉમેદવારને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દેનારા હોય છે. આ પરિણામોમાં એક સૌથી અજીબોગરીબ કિસ્સો વાપી તાલુકાની છરાવાળા ગ્રામ પંચાયતનો સામે આવ્યો છે.

વાપી તાલુકાની છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૫માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર ૧ જ મત મળ્યો છે. ૧૨ સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારને માત્ર એક જ મત મળતાં ઉમેદવાર છરવાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર ૫નું પરિણામ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર. ૫ માં સભ્ય તરીકે સંતોષભાઈ હળપતિ નામના ઉમેદવારે ઉમેદવારી કરી હતી. સંતોષવાના પરિવારમાં ૧૨ મતદારો છે.

તેમ છતાં તેમણે મતપેટીમાંથી નીકળેલા મતમાં માત્ર એક જ મળ્યો છે અને પોતાની પત્નીએ પણ વોટ ના આપ્યો હોવાનું જણાતા ઉમેદવાર જાહેરમાં રોઈ પડ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.