Western Times News

Gujarati News

પીસોઈ ગામમાં વિજયી સરઘસ પર હુમલો, ૧ ઘાયલ

દાહોદ, દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં મતગણતરી સમયે પીસોઈ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થતાં હારેલા ઉમેદવારના સમર્થકો દ્વારા વિજયી ઉમેદવારોના સમર્થકો પર પથ્થર મારો કરતાં એકને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં હાલ સમગ્ર તાલુકાઓમાં ગ્રામ પંચાયતની ચુંટણીનો માહોલ જાેવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં મતગણતરીની કામગીરી ચાલી રહી છે ત્યારે સીંગવડ તાલુકામાં મતગણતરી સમયે પીસોઈ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર જાહેર થતાં હારી ગયેલા ઉમેદવારના સમર્થકો દ્વારા વિજેતા ઉમેદવારના સમર્થકો ઉપર પથ્થર મારો કરતાં અફરા તફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો.

પથ્થર મારામાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેને તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુંલંશ સેવા મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસને જાેઈ ટોળું વિખેરાઈ ગયું હતું. પોલીસે ભારે જહેમત બાદ વણસી ગયેલ સ્થિતીને કાબુમાં લીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.