Western Times News

Gujarati News

મોદી સરકારે રમતગમતના વિકાસ માટે ૬૮૦૦ કરોડ ખર્ચ્યા

નવીદિલ્હી, છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ રમત વિકાસ યોજનાઓ હેઠળ ૬ હજાર ૮૦૧ કરોડ ૩૦ લાખ રૂપિયા જાહેર કર્યા છે. આ વર્ષની શરૂઆતમાં, કિરેન રિજિજુના સ્થાને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનો હવાલો સંભાળનારા ઠાકુરે કહ્યું હતું કે મંત્રાલયને ૭,૭૨ કરોડ ૨૮ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

લોકસભામાં એક લેખિત જવાબમાં માહિતી આપી હતી કે, “છેલ્લા પાંચ વર્ષમાં ૭ હજાર ૭૨ કરોડ ૨૮ લાખ ફાળવવામાં આવ્યા છે અને મંત્રાલયે વિવિધ રમત વિકાસ યોજનાઓ હેઠળ ૬,૮૦૧ કરોડ ૩૦ લાખ જાહેર કર્યા છે.”

રમતગમતએ તમામ રાજ્યો સાથે જાેડાયેલી બાબત છે, તેથી ગ્રામ્ય સ્તરે લોકોને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવીએ પ્રાથમિક રીતે રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારનું કામ છે અને કેન્દ્ર સરકાર તેમને સહકાર આપે છે.

આ ઉપરાંત ભંડોળની ફાળવણી યોજનાના આધારે કરવામાં આવે છે અને રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના આધારે નહી રમતગમતના વિકાસ માટે વિવિધ યોજનાઓજાે કે ગ્રામ્ય સ્તરે રમતગમતના વિકાસ માટે દેશભરમાં વિવિધ યોજનાઓ ચલાવે છે, જેમાં ખેલો ઈન્ડિયા યોજના, રાષ્ટ્રીય રમતગમત સંઘોને સહાય, આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓના વિજેતાઓ અને તેમના કોચને વિશેષ પુરસ્કારો,રાષ્ટ્રીય રમતગમતનો સમાવેશ થાય છે. પુરસ્કારો, ઉત્કૃષ્ટ ખેલાડીઓ. પેન્શન, પંડિત દીનદયાલ ઉપાધ્યાય રાષ્ટ્રીય રમતગમત કલ્યાણ નિધિ, રાષ્ટ્રીય રમત વિકાસ નિધિ, સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રમત પ્રશિક્ષણ કેન્દ્રો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.