Western Times News

Gujarati News

૨૦૨૨ની શરૂઆત પાંચ રાશિઓ માટે લાભદાયી રહેશે

નવી દિલ્હી, મકર રાશિમાં બુધનું આગમન આ વર્ષના અંતે થવા જઈ રહ્યું છે. ૨૯ ડિસેમ્બરે સવારે ૧૧.૩૨ કલાકે બુધ મકર રાશિમાં ગોચર કરશે. બુધનું ગોચર આ વર્ષનું અંતિમ ગોચર હશે અને તેનો પ્રભાવ ૬ માર્ચ સુધી રહેશે કારણકે બુધ મકર રાશિમાં પહોંચ્યા પછી ૧૪ જાન્યુઆરીએ વક્રી થશે અને પછી ૪ ફેબ્રુઆરીએ માર્ગી થઈને ૬ માર્ચે કુંભ રાશિમાં જશે.

એવામાં બુધનું મકર રાશિમાં આગમન દરેક રાશિ પર પ્રભાવ પાડશે. જેમાંથી પાંચ રાશિ પર બુધનો અત્યંત શુભ પ્રભાવ રહેશે અને આ રાશિઓ માટે ૨૦૨૨ની શરૂઆત ખૂબ સુખદ અને લાભપ્રદ રહેશે. મેષ રાશિના જાતકો માટે કરિયર અને વેપારના મામલે બુધનું ગોચર લાભપ્રદ રહેવાનું છે. જે લોકો સરકારી ક્ષેત્ર સાથે જાેડાયેલા છે તેમના પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. બુદ્ધિ કૌશલ્યથી આ રાશિના જાતકો વેપારમાંથી સારી કમાણી કરી શકે છે.

નવો વેપાર શરૂ કરવા માટે સમય સહાયક રહેશે. અકાઉન્ટ, મીડિયા, લેખન અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જાેડાયેલા જાતકો માટે સમય સાનુકૂળ રહેશે. પરિવારમાં વરિષ્ઠજનોનો સહયોગ મળશે. વૃષભ રાશિના જાતકો માટે મકર રાશિમાં થવા જઈ રહેલું બુધનું ગોચર શુભ ફળદાયી રહેશે. આ દરમિયાન તમે નાની-મોટી યાત્રા કરી શકો છો. ધાર્મિક-આધ્યાત્મિક કાર્યોમાં રૂચિ વધશે. ધાર્મિક યાત્રા પણ થઈ શકે છે. પરિવારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળશે.

શિક્ષણ ક્ષેત્રે જાેડાયેલા લોકો માટે સમય શાનદાર રહેશે અને તકનો લાભ લેવો જાેઈએ. ખર્ચ પર કાબૂ મેળવશો અને વાતચીતમાં સફળતા મળશે. બુધ મકર રાશિમાં આવતાં ધન રાશિના જાતકોને સારો લાભ થવા જઈ રહ્યો છે. આ સમયે તમે રોકાણ કરશો તો તેનો ફાયદો લાંબાગાળે થવાનો છે.

વેપાર સાથે જાેડાયેલા આ રાશિના જાતકોને સારો ફાયદો થશે. અગાઉ કોઈ રોકાણ કર્યું હોય તો તેના દ્વારા પણ ફાયદો થશે. પારિવારિક જીવનમાં પરસ્પર સહયોગ વધશે. પરિવારના મહિલા સભ્યો સાથે સંબંધ સુધરશે અને અપેક્ષા મુજબનો સહયોગ પણ પ્રાપ્ત થશે.

ધનની લેવડદેવડ, વાણિજ્ય અને વાણી સંબંધિત કાર્ય માટે સમય સારો છે. તમારી રાશિમાં ૬ માર્ચ સુધી બુધનો સંચાર રહેશે. આ સમય તમારા માટે મહત્વપૂર્ણ બની રહેશે. તમે બુદ્ધિ અને કાર્ય કુશળતાથી કાર્યક્ષેત્રે પોતાના માટે સ્થિતિ સુધારી શકો છો. આર્થિક પક્ષે પણ દિવસો સારા રહેશે. વેપાર અને રોકાણમાં લાભ થતાં તમે રોમાંચિક થઈ જશો. વાણી અને વ્યવહાર કુશળતા દ્વારા સામાજિક સન્માન પામી શકો છો. સ્વાસ્થ્ય મામલે બેદરકારી દાખવવાથી બચવું. મીન રાશિના જાતકો માટે બુધનું મકર રાશિમાં ગોચર સુખદાયી રહેશે. આ દરમિયાન પારિવારિક જીવનમાં પ્રેમ અને આનંદ રહેશે.

બાળકોના શિક્ષણ અને તેમની સફળતા જાેઈને આનંદ થશે. આર્થિક મામલે સમય સારો રહેશે. તમે વિવિધ સ્ત્રોત દ્વારા કમાણી કરી શકો છો. ધર્મ-કર્મના કાર્યમાં પણ ભાગીદારી વધી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે કામ પર ધ્યાન કેંદ્રિત કરવાની સલાહ છે. કાર્યક્ષેત્રે પ્રમોશનના યોગ બની રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.