Western Times News

Gujarati News

ગુજરાતના આઠ જિલ્લામાં મોડી રાત્રે ચોમાસા જેવો વરસાદ

File

અમદાવાદ, આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેના ભાગરૂપે આજે અમદાવાદ સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં માવઠું પડવાની આગાહી કરાઈ હતી.

ત્યારે અમદાવાદ સહિત બનાસકાંઠાના પાલનપુર, ડીસા અને થરા વિસ્તારમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીથી કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ અગાઉ નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.

આાગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલો પાક પણ ઢાંકી દેવામાં આવ્યો છે. આજે વહેલી સવારે મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી, જેના ભાગરૂપે ભરશિયાળે આજે પરોઢીયે વરસાદ પડ્યો અને હવે શિયાળુ પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કપાસ, એરંડા, રાયડાના પાકમાં ખેડૂતોને નુકશાન થઈ શકે છે.

આજે વહેલી સવારથી જ અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી અંબાજી પંથકમા વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. રાત્રિ દરમ્યાન છુટા છવાયા વરસાદી હળવા ઝાપટા પડ્યા છે.

ભરશિયાળે કમોસમી વરસાદી માવઠુ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રવિ પાક માટે કમોસમી વરસાદને પગલે ખેડુતો પર આફતના ઓળા દેખાઈ રહ્યા છે. અંબાજીમાં વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે. આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે માવઠાની અસર જાેવા મળી છે. ગાંધીનગરમાં પરોઢીયે ચોમાસામાં પડે એ પ્રકારે વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળ્યા છે.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જાેવા મળ્યો છે. મોડાસા સહીત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાત્રી દરમિયાન કમોસમી વરસાદ વરસતા જાણે ચોમાસાની સીઝન હોય તેવો ભાસ થયો છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભરશિયાળામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો છે. મોરબી, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભર શિયાળે કમોસમી વરસાદ થયો છે. હળવદના રણકાંઠા વિસ્તાર ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મીયાણીમાં વરસાદ થયો છે. આથી વિશેષ કમોસમી વરસાદ વચ્ચે કચ્છમાં કરા પડ્યાં છે.

માંડવીના પુનડી-ધૂણઈ સીમાડામાં પણ કરા પડ્યાં. કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ છવાયો હતો. ભરશિયાળે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને માથે મુશ્કેલીના વાદળો છવાયા છે.

રાયડો, ઘઉં, જીરું, કપાસ, એરંડાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાતાના કેટલાક જિલ્લામાં મોડી રાત્રે માવઠું થયું હતુ. સાબરકાંઠા જિલ્લામાં રાત્રે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજયમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ત્યારે કચ્છમાં વરસાદ સાથે કરા પડતા લોકો અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

આ સાથે માંડવીના પુનડી-ધૂણઈ સીમાડામાં પણ કરા પડ્યાં છે. કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી છે. સૌરાષ્ટ્રના હળવદ સહિતના રણકાંઠા વિસ્તારમાં સોમવારે કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે અગરિયાઓને નુક્શાનના અહેવાલ છે.

આજે પણ ઉત્તર ગુજરાતમાં માવઠાંની અને ત્યારબાદ બુધવારથી તાપમાનમાં ૫ સે.સુધી ઘટાડા સાથે ફરી કડકડતી ઠંડી પડવાની શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. હળવદ પંથકના ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મિયાણી સહિતના ગામોમાં સોમવારે સાંજે વાદળિયા હવામાન વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે શિયાળુ પાકમાં નુક્શાની સાથે અગરિયાઓમાં પણ ચિંતાનો માહોલ છવાયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.