Western Times News

Gujarati News

શાકભાજીના ભાવમાં ફેબ્રુઆરી સુધી ઘટાડાની સંભાવના નહિવત

રવૈયા, ફલાવર, કોબીજ સહિત શાકભાજીના ભાવ આસમાને

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં થયેલા કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો આવતા ગૃહિણીઓના રસોડાના બજેટને ફટકો પડ્યો છે તેમાં પણ ઉત્તરાયણપર્વ દરમિયાન ઉધિયાના લીલા શાકભાજીના ભાવ વધતા આ વખતે ઉધિંયુ ખાવુ મોંઘુ પડશે.

બીજી તરફ શિયાળામાં જ શાકભાજીના વધેલા ભાવથી સામાન્ય જનતા માટે જીવવુ મુશ્કેલ થઈ ગયુ છે. શાકભાજીના ભાવ છૂટક બજારમાં રૂ.૭૦ થી ૮૦ ની આસપાસ પ્રતિ કિલોએ જાેવા મળી રહયા છે તેમાં પણ રવૈયા, ફલાવર, કોબીજ સહિતના શાકભાજી બજારમાંથી અદ્દશ્ય થઈ ગયા હોય અગર તો ઉંચા ભાવે મળી રહયા છે રવૈયા- ફલાવરના ભાવમાં ઉછાળા પાછળ કોઈ મોટુ કારણ નથી પરંતુ મુંબઈમાં તેના ઉંચા દામ મળતા હોવાથી ખેડુતો તેની નિકાસ મહારાષ્ટ્રમાં કરી રહયા છે પરિણામે એ.પી.એમ.સી.માં જે જથ્થો શાકભાજીનો આવતો હતો તેમાં ઘટાડો થયો છે.

કમોસમી વરસાદ તથા બીજા અન્ય કારણોસર શાકભાજીમાં જે ભાવ વધારો જાેવા મળી રહયો છે તે આગામી શિયાળાના દિવસોમાં હજુ પણ જાેવા મળશે તેવુ અનુમાન વહેપારીઓ લગાવી રહયા છે આ ભાવવધારો ફેબ્રુઆરી સુધી જાેવા મળશે આગામી મહિનામાં નવો પાક આવશે ત્યાર પછી જનતાને ભાવ ઘટાડાની રાહત મળશે ત્યાં સુધી સંભવતઃ ભાવ વધારો જાેવા મળશે.

કોરોનાને કારણે પાછા નિયંત્રણો કડક બનતા જનતા પણ ભયને લીધે જરૂરિયાત કરતા શાકભાજી વધારે ખરીદીને ફ્રીઝમાં રાખી મૂકે છે પ્રથમ, દ્વિતીય કોરોનાની લહેર વખતે શાકભાજી સરળતાથી મળતુ હતુ.

તેમ છતાં હજુ પણ લોકોમાં એક અજાણ્યો ડર જાેવા મળી રહયો છે મુંબઈ જેવા શહેરમાં તો પરપ્રાંતિય લોકોએ પલાયન શરૂ કર્યાના અહેવાલો પણ માધ્યમોમાં ચમક્યા હતા. અલબત્ત શાકભાજીના વધેલા ભાવને તેની સાથે લેવા દેવા નથી પરંતુ સામાન્ય જનતામાં નિયંત્રણો અગર તો લોકડાઉનને લઈને જે ડર છે તેને જાેતા સંગ્રહાખોરીની વૃતિ એક સહજ વાત માની શકાય.

કોરોનાના સમયમાં નાગરિકો બે-ચાર દિવસની જગ્યાએ અઠવાડિયા સુધીનો શાકભાજીનો સ્ટોક રાખતા થઈ ગયા છે. દરમિયાનમાં શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા વહેપારીઓનું તારણ છે કે આગામી ફેબ્રુઆરી પહેલા શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવી ખૂબ જ ઓછી સંભાવના છે ઉલ્ટા અમુક શાકભાજીના ભાવમાં હજુ પણ ઉછાળો આવે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.