Western Times News

Gujarati News

૪ વખતના ભાજપના સાંસદ અવતાર સિંહ રાજીનામું આપી રાષ્ટ્રીય લોકદળમાં જોડાયા

લખનૌ, ભાજપના ચાર વખત સાંસદ અને મીરાપુરના વર્તમાન ધારાસભ્ય અવતાર સિંહ ભડાના બુધવારે ઇન્ડ્ઢ (રાષ્ટીય લોકદળ)માં જાેડાયા છે. દિલ્હીમાં રાલોદ મુખિયા જયંત ચૌધરી સાથે મળીને ભાજપના નેતાએ LRD જાેઈન કરી.

આ વિધાનસભા ચૂંટણીમાં તેઓ હવે ગુર્જર પ્રભુત્વ ધરાવતા વિસ્તાર ગૌતમ બુદ્ધનગરની જેવર બેઠક પરથી ચૂંટણી લડશે. સ્વામી પ્રસાદ મૌર્યના ભાજપ છોડવાના બીજા દિવસે ગુર્જર સમાજમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ યુપીમાં ૧૦ ફેબ્રુઆરીએ ચૂંટણી છે.

હરિયાણાના રહેવાસી ૮મું પાસ અવતાર સિંહ ભડાના ૬૪ વર્ષના છે. તેમની રાજકીય સફર લાંબી છે. તેઓ કોંગ્રેસની ટિકિટ પર ફરીદાબાદથી ત્રણ વખત અને મેરઠથી એક વખત સાંસદ રહી ચૂક્યા છે.

૨૦૧૭માં તેમણે મુઝફ્ફરનગરની મીરાપુર વિધાનસભા બેઠક પરથી ભાજપ તરફથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને ખૂબ ઓછા મતોથી તેઓ ચૂંટણી જીતી શક્યા હતા. યોગી સરકારમાં તેઓ પોતાને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે એવું માનતા રહ્યા.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેમણે હરિયાણાની ફરીદાબાદ બેઠક પરથી કોંગ્રેસના સિમ્બલ પર લોકસભાની ચૂંટણી લડી અને હારી ગયા હતા.

વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંગળવારે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. તેના થોડા સમય બાદ તેઓ સપામાં જાેડાયા હતા. સ્વામી પ્રસાદના સમર્થનમાં ધારાસભ્યો બ્રિજેશ પ્રજાપતિ, ભગવતી પ્રસાદ સાગર અને રોશન લાલ વર્માએ પણ ભાજપ છોડી દીધો છે.

યોગી સરકારમાં ગુર્જરો પોતાને નજરઅંદાજ કરાઈ રહ્યા હોવાનું માનતા રહ્યા. પશ્ચિમ યુપીમાં ૧૫ બેઠક પર ગુર્જરોની મજબૂત વોટબેંક છે. ૨૦૧૭થી તેઓ રાજ્ય સરકારમાં મંત્રી બનવાની રેસમાં હતા, પરંતુ પશ્ચિમ યુપીના કોઈ ગુર્જર નેતાને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા નથી. સમ્રાટ મિહિર ભોજના નામે ગૌતમ બુદ્ધનગરમાં વિવાદ બાદ ગુર્જર બિરાદરો પણ ભાજપથી દૂર રહેવા લાગ્યા છે.

વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થતાં જ પૂર્વ સાંસદ અને ભાજપના ધારાસભ્ય અવતાર સિંહ ભડાનાની ગૌતમ બુદ્ધનગરની મુલાકાત વધી ગઈ છે. ઘણી વખત તેઓ જેવર વિધાનસભાનાં ગામડાંમાં પણ પહોંચ્યા હતા, જ્યાં જાટ અને ગુર્જર લોકોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

તેમણે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ જેવરમાંથી ચૂંટણી લડવા માગે છે. ભૂતકાળમાં આ બેઠક પર બસપાનો દબદબો હતો. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના ધીરેન્દ્ર સિંહે પૂર્વ મંત્રી વેદ્રમ ભાટીને હરાવ્યા હતા. ગઠબંધન બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે નોઈડા સપા અને જવેરી ઇન્ડ્ઢના ખાતામાં જઈ રહ્યું છે.

સમ્રાટ મિહિર ભોજની પ્રતિમાનું અનાવરણ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ગૌતમ બુદ્ધનગરના દાદરીમાં થવાનું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ભાગ લીધો હતો.

એ બાદ ગુર્જરો રોષે ભરાયા હતા. ગુર્જરો યોગી સરકાર સામે બળવો કરવા ઊતર્યા હતા. બીજા દિવસે ચિથેરા ગામમાં ૨૫ હજારથી વધુ ગુર્જરોની પંચાયત યોજાઈ હતી, જેમાં અવતારસિંહ ભડાણા પણ તેમના સમર્થકો સાથે પહોંચ્યા હતા. ભાજપના ધારાસભ્ય ભડાના પોતાના જ મુખ્યમંત્રી સામે આવ્યા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.