Western Times News

Gujarati News

દેશભરમાં ફરીથી ખુલશે સ્કૂલો, ટૂંક સમયમાં એડવાઈઝરી જાહેર કરી શકે છે કેન્દ્રઃ સૂત્ર

Files Photo

નવીદિલ્લી, દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઉતાર-ચડાવ ચાલુ છે અને આ દરમિયાન સ્કૂલો ખોલવાને લઈને એક મોટા સમાચાર છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકાર ટૂંક સમયામાં દેશભરમાં સ્કૂલો ખોલવા અંગે એક નવી એડવાઈઝરી જાહેર કરી શકે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નેશનલ એક્સપર્ટ ગ્રુપ સાથે આ અંગે કાર્ય-યોજના બનાવવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે હાલમાં દેશમાં તેજીથી ૧૫થી ૧૮ વર્ષ સુધીના બાળકો માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધતા કેસોને જાેતા દેશમાં ઘણા રાજ્યોમાં સ્કૂલો-કૉલેજાે બંધ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસે જાે કે દરેક ઉંમરના બાળકોને સંક્રમિત કર્યા છે પરંતુ બાળકો વચ્ચે સંક્રમણા ગંભીર કેસો ના સમાન છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ સંજાેગોમાં વિશેષજ્ઞોનુ માનવુ છે કે સ્કૂલો ખોવા માટે આ યોગ્ય સમય છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે ક્રમબદ્ધ રીતે અને કડક કોરોના વાયરસ નિયમો સાથે સ્કૂલો ફરીથી ખોલવામાં આવે. જાે કે સ્કૂલો ખોલવા અંગે અંતિમ ર્નિણય રાજ્ય સરકારો ઉપર રહેશે.

દેશમાં ૧૫થી ૧૮ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ૩ જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યુ હતુ. ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે અત્યાર સુધી દેશની ૯૫ ટકા યોગ્ય વસ્તીને કોરોના વાયરસ વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

વળી, શુક્રવારે કોરોના વાયરસના કેસોમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે અને દેશમાં ૨,૫૧,૨૦૯ નવા દર્દી સામે આવ્યા. આ ઉપરાંત એક દિવસમાં કોરોના વાયરસથી સંક્રમિત ૩,૪૭,૪૪૩ દર્દી રિકવર થયા અને સક્રિય કેસ ઘટીને ૨૧,૦૫,૬૧૧ થઈ ગયા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.