Western Times News

Gujarati News

ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ દીઠ ૯૬ ડોલર સુધી પહોંચવાની શકયતા

નવીદિલ્હી, તાજેતરના અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં તીવ્ર વધારો થયો છે. બુધવારે તે ૨૦૧૪ પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. નિષ્ણાતો કહે છે કે આ ટ્રેન્ડ ઓછામાં ઓછા ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

તેમણે ધ્યાન દોર્યુ છે કે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કારણે મહામારીની તાજેતરની લહેર હોવા છતાં કાચા તેલની કિંમતમાં વધારો થયો છે. તેનું કારણ એ છે કે રોગચાળાના આ સમયગાળામાં પેટ્રોલિયમ ઉત્પાદનોની માંગ પર કોઇ અસર થઇ નથી.

આ ફુગાવાનું બીજું કારણ એ છે કે તેલ ઉત્પાદક દેશોએ તાજેતરમાં વધેલી માંગ પ્રમાણે પુરવઠો વધાર્યો નથી. તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે તેલ ઉત્પાદનને પહેલાના સ્તરે જ રાખવાનો ર્નિણય લીધો છે. પરિણામે, છેલ્લા દસ દિવસથી, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત બેરલ દીઠ ૮૫ ડોલરની આસપાસ છે. તેને જાેતા નિષ્ણાતો અનુમાન લગાવવાની કોશિશ કરી રહ્યા છે કે આ કિંમત કયાં સુધી વધશે.

નિષ્ણાતોના મતે, આ સમયે ઘણા મોરચે આંતરરાષ્ટ્રીય તણાવ વધવાના સંકેતો છે. યુક્રેનના મુદ્દે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે સંઘર્ષ વધી ગયો છે તો બીજી તરફ યમનના ગૃહયુદ્‌ઘની આગ તેલ ઉત્પાદક દેશ સંયુકત આરબ અમીરાત (યુએઇ) સુધી પહોંચી ગઇ છે.

અન્ય એક મુખ્ય તેલ ઉત્પાદક દેશ લિબિયા હાલમાં ચૂંટણીના તબક્કામાં છે. ચૂંટણી બાદ ત્યાંની સ્થિતિ અંગે આશંકા છે. આ તમામ પરિબળો તેલના ફુગાવા પાછળ ભૂમિકા ભજવે છે.

અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાશના વિશ્લેષકોઅ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ દીઠ ૯૬ ડોલર સુધી જઇ શકે છે. ૨૦૨૩માં તે ૧૦૫ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. અન્ય નિષ્ણાતો પણ તેલ ફૂગાવો ચાલુ રાખવાના આ અંદાજ સાથે સહમત જણાય છે.

નિષ્ણાતોનું કહેવું છે કે બજારના આ વલણથી તેલ ઉત્પાદક દેશોને ઘણો ફાયદો થઇ રહયો છે. પરંતુ તે વિશ્વભરના ગ્રાહકો પર માર પડી રહયો છે. અમેરિકાથી લઇને યુરોપ અને એશિયા સુધી આ મહિને પેટ્રોલિયમ અને ગેસના ભાવમાં વધુ વધારો થયો છે.

જયારે અહીં પહેલાથી જ ગ્રાહકો તેની મોંઘી કિંમતમાં ચૂકવી રહયા હતા. દરમિયાન, એવા સમાચાર છે કે મોંઘવારીથી પરેશાન પોતાના દેશવાસીઓને રાહત આપવાના પ્રયાસમાં, યુએસ પ્રમુખ બાઇડેન તેલ ઉત્પાદક દેશો સાથે રાજદ્વારી સંપર્ક પર વિચાર કરી રહયા છે, જેથી તે દેશોને ઉત્પાદન વધારવા માટે રાજી કરી શકાય.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.