Western Times News

Gujarati News

આરઆરબી-એનટીપીસી વિવાદ: વિદ્યાર્થીઓની તમામ માંગો પૂરી થશે: સુશીલ મોદી

પટણા, આરઆરબી-એનટીપીસી પરીક્ષાને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે રાહતભર્યા સમાચાર છે. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ જણાવ્યું કે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે તેમની લાંબી વાતચીત થઇ.

વિદ્યાર્થીઓની માંગ પર સંમતિ સધાઇ ગઇ છે. રેલવે ગ્રુપ ડીની બેને બદલે એક પરીક્ષા લેવાશે અને એનટીપીસીના પરિણામમાં ‘એક ઉમેદવાર-યૂનિક રિઝલ્ટ’ ફોર્મ્યુલા લાગુ થશે.

તેમણે કહ્યું કે એનટીપીસીની પરીક્ષાના સાડા ત્રણ લાખ વધારાના પરિણમ ‘વન કેન્ડિડેટ-યૂનિક રિઝલ્ટ’ના આધારે જાહેર કરવામાં આવશે. રેલમંત્રીએ સુશીલ મોદીને ખાતરી આપી કે સરકાર વિદ્યાર્થીઓ સાથે સહમત છે અને તેમની માંગો અનુરૂપ ટૂંક સમયમાં જ ર્નિણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે લાખો પરીક્ષાર્થીઓની પરેશાની અને તેમની માગોથી રેલ મંત્રી વૈષ્ણવે વિસ્તારપૂર્વક વાકેફ કરવામાં આવ્યા છે.

સુશીલ મોદીએ રેલ મંત્રીને આગ્રહ કર્યો કે એનટીપીસી મામલે વન કેન્ડિડેટ-વન રિઝલ્ટના સિદ્‌ઘાંત પર ર્નિણય કરવો જાેઇએ. મોદીએ કહ્યું કે સમયસર રેલવે બોર્ડે વિદ્યાર્થીઓની ગેરસમજ દૂર કરી હોત તો બિહારમાં આવી અપ્રિય ઘટના સર્જાઇ ન હોત.

સુશીલ મોદીએ રાજ્યના પોલીસ-પ્રશાસનને એ પણ અપીલ કરી કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિરૂદ્‌ઘ કોઇ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવામાં ન આવે. વિદ્યાર્થીઓ કોઇ ગુનેગાર નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.