Western Times News

Gujarati News

‘વાયુ’ એ દિશા બદલી છે પરંતુ ખતરો યથાવત છેઃ હવામાન વિભાગ

વેરાવળથી ૧પ૦ કી.મી. દૂર વાયુએ દિશા બદલાઈ હવે ઓમાન તરફ આગળ વધે છે
તા.૧પ મી જુન સુધી વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રહેવા અપાયેલા આદેશ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : છેલ્લા ત્રણ દિવસથી સરકાર અને રાજ્યની પ્રજાની ઉંઘ હરામ કરી દેનાર ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ઓછો થતાં તમામે રાહતનો દમ લીધો છે. ‘વાયુ’ વાવાઝોડુંએ વેરાવળથી ૧પ૦ કિલોમીટર દુર દિશા બદલી નાંખી છે. અને હવે વાયુ ઓમાન તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે ગુજરાતના માથા પરથી મોટું સંકટ ટળી ચુક્યુ છે.

આમ, છતાં સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં હજુ પણ ‘વાયુ’ખતરો તોળાઈ રહ્યો છે. જા કે ‘વાયુ’ વાવાઝોડાની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ મોટી ખુંવારી નહીં થાય એવી શક્યતાઓ છે. ‘વાયુ’ખતરો તોળાઈ રહ્યો છે. જા કે ‘વાયુ’ વાવાઝોડાની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ મોટી ખુંવારી નહીં થાય એવી શક્યતાઓ છે. ‘વાયુ’ વાવાઝોડાની અસરને કારણે દિવ-કંડલા, જૂનાગઢ, સોમનાથ અને દ્વારકા જીલ્લામાં ભારે વરસાદ અને જારદાર પવન ફૂંકાય એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

અખાતના દરિયામાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે સર્જાયેલા ‘વાયુ’ વાવાઝોડું છેલ્લા બે દિવસથી ગુજરાત તરફ આગળ વધી રહ્યુ હતુ. આ વિકરાળ વાવાઝોડા દરમ્યાન ઉભી થનારી પરિÂસ્થતિને પહોંચી વળવા ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના તમામ પગલાં ભરવામાંઅ ાવ્યા હતા. સૌરાષ્ટ્રના દશ જીલ્લા ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર અને મોરબી, કચ્છ અને દિવના દરીયાકાંઠે વાવાઝોડું ટકરાશે એવી આગાહી કરવામાં આવતા રાજ્ય સરકાર સજ્જ થઈ ગઈ હતી.

છેલ્લા બે દિવસથી લોકોના સ્થળાંત્તરની પૂરજાશમાં ચાલુ કરવામાં આવી હતી. બે દિવસમાં આશરે ત્રણ લાખ લોકોનું સ્થળાંત્તર કરવામાં આવ્યુ હતુ. આ વિગત ઉપરાંત સૌરાષ્ટ્રના સમગ્ર દરિયાકાંઠાના બંદરો પરના નવ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે.

ગઈકાલે સવારે ‘વાયુ’ વાવાઝોડું વેવરાળથી ૩પ૦ કી.મી. અંદર જ દુર હોઈ સૌ કોઈના જીવ પડીકે બંધાઈ ગયા હતા. રાજ્ય સરકારે એનડીઆરએફ, એસડીઆરએેફ સરકારની ત્રણેય પાંખ, એેસઆરપી, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોને તહેનાત કરી દીધી હતી. લોકોના જાનમાલના રક્ષણ માટેની કામગીરી પૂરજાશમાં શરૂ કરી દેવામાં આવી હતી.

દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીઓ દૂર કરી જુના મકાનો પણ હટાવવાનું શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. છેલ્લા બે દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રના ઉપરોકંંત દશ જીલ્લા સહિતની રાજ્યની પ્રજા ઉચાટ અને ચિંતાના અજ્ઞાત ભયમાં ધકેલાઈ ગઈ હતી. મહત્ત્વ કામગીરીમાં કોઈ કચાશ ન રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના શ્રેણીબધ્ધ પગલા ભરવામાં આવ્યા હતા.

ગઈકાલે સાંજથી ગીર સોમનાથ, દ્રારકા, જામનગર અને અમરેલીમાં પણ જારદાર પવન સાથે ભારે વરસાદ પડતાં લોકોની ચિંતામાં વધારો થયો હતો. સરકારી તંત્ર દ્વારા ખાસ કંટ્રોલ રૂમો ઉભા કરી રજેરજની માહિતી મેળવવાનું શરૂ કરી દીધું હતુ. આજે બપોર સુધીમાં ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતને ટકરાશે એવી આગાહી વચ્ચે આજે સવારે વેરાવળના ૧પ૦ કિલોમીટર દુર ‘વાયુ’એ તેની દિશા બદલી હતી અને ‘વાયુ’ હવે ઓમાન તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે ગુજરાત પરથી હવે ‘વાયુ’ નો ખતરો ઓછો થયો છે.
પરંતુ દ્વારકા, ગીરસોમનાથ, અમરેલી,જૂનાગઢ, ભાવનગર અને દિવ તેમજ સુરત અને નવસારીમાં પણ જારદાર પવન સાથે ભારે વરસાદ પડે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે. ‘વાયુ’ ની અસર અમદાવાદ શહેરમાં થાય એવી શક્યતા છે. અને અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડી શકે તેમ છે.

ખાનગી હવામાન એજન્સીએ પણ ‘વાયુ’ નો ગુજરાત પરથી ખતરો ઓછો થયો હોવાની વાતને પુષ્ટી આપી છે. ગુજરાત ભરના વાવાઝોડાનો ખતરો ઓછો થયો છે. પરંતુ તા.૧પ મી જૂન સુધી ‘વાયુ’ ની દહેશત રહેવાની છે.

તા.૧પ મી જૂન સુધી વહીવટ તંત્રને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે. આગામી બે ત્રણ દિવસ સુધી માછીમારી કરનારાઓને પણ દરિયો ન ખેડવાની સુચના આપી દેવામાં આવી છે. ‘વાયુ’ વાવાઝોડાનો ગુજરાત પરથી ખતરો ઓછો થઈ ગયો છે પરંતુ ‘વાયુ’ સોમનાથ અને દિવને અડીને પસાર થવાનું હોવાથી તંની વયાપક અસર સૌરાષ્ટ્રમાં જાવા મળશે. અને દિવ- સોમનાથ અને દ્વારકામાં ઝાપટા ૧૬૦ કી.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ પડે એવી પૂરેપૂરી શક્યતાઓ છે.

‘વાયુ’ નો ખતરો ગુજરાત પરથી ઓછ થયો હોવા છતાં રાજય સરકાર દ્વારા સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના દરિયાકાંઠા પર દરિયા કાંઠા પર દરિયો ગાંડોતુર બન્યો છે. દશ દશ-બાર ફૂટથી ઉંચા મોજા ઉછળીઈ રહ્યા છે.

ખાસ કરીને ચોરવાડ હોલીડે ઉચ્ચ નજીક દરિયો વધુ તોફાની બન્યો છે. અને ર૦ થી રપ ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકાંઠે આવેલા દૂધેશ્વર મહાદેવના મંદિરને વરસાદ અને પવનની ગંભીર અસર થઈ હોવાનું જાણવા મળે છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ‘વાયુ’ વાવાઝોડાએ વેરાવળથી ૧પ૦ કી.મી. દુર તની દિશા બદલી નાંખી છે. અને હવે ‘વાયુ’ ઓમાન તરફ આગળ વધી રહ્યુ છે પરંતુ ગુજરાત પરથી ખતરો ઓછો થયો નથી.‘વાયુ’ ની અસરના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગમાં તેમજ દિવ અને સુરતમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.