Western Times News

Gujarati News

ઉં અંટાવા માટે કોરિયોગ્રાફર ગણેશે સર્જરી કેન્સલ કરી હતી

મુંબઈ, ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’એ બોક્સઓફિસ પર ધમાલ મચાવી છે સાથે જ તેના ગીતો પણ ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે. ‘સામી સામી’, ‘ઉં અંટાવા’, ‘શ્રીવલ્લી’ જેવા ગીતો લોક મોંઢે ચડ્યા છે. આ ગીતો પર અત્યાર સુધીમાં લાખો રીલ્સ બન્યા છે. સામાન્ય જનતાથી માંડીને સેલિબ્રિટીઝ આ ગીતો પર રીલ્સ બનાવી ચૂક્યા છે.

‘ઉં અંટાવા’ ગીતને બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યો છે. જ્યારે મ્યૂઝિક દેવીશ્રી પ્રસાદનું છે. આ ગીત આટલું પોપ્યુલર થશે તેવું કદાચ તેમણે વિચાર્યું નહીં હોય. ગણેશ આચાર્યએ હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં ઉં અંટાવા ગીતની કોરિયોગ્રાફી અને તેની પાછળની વાર્તા જણાવી હતી.

ગણેશ આચાર્યએ કહ્યું કે, તેમણે અલ્લુ અર્જુન અને સામંથા સાથે બે દિવસ રિહર્સલ કર્યા બાદ ‘ઉં અંટાવા’ ગીત શૂટ કર્યું હતું. ગણેશના કહેવા પ્રમાણે તેઓ અલગ અંદાજમાં આ ગીતને શૂટ કરવા માગતા હતા. અહીં તમને આ ગીત સાથે જાેડાયેલી કેટલીક મજેદાર વાતો જણાવીશું.

ઉં અંટાવા ગીતના શૂટિંગ દરમિયાન સામંથા ખૂબ નર્વસ હતી. ગણેશ આચાર્યએ ખુલાસો કર્યો છે. આ ગીતનું પ્લાનિંગ અચાનક થયું હતું. સામંથાને ખબર નહોતી કે ગણેશ આચાર્ય ‘ઉં અંટાવા’ની કોરિયોગ્રાફી કરવાના છે. ગણેશ આચાર્ય પહેલા કોઈ બીજાને આ ગીત કોરિયોગ્રાફ કરવા માટે સાઈન કરવામાં આવ્યા હતા.

પરંતુ ફિલ્મની રિલીઝના થોડા દિવસ પહેલા જ મેકર્સે ર્નિણય બદલીને ગણેશ આચાર્યને સાઈન કર્યા હતા. ઉં અંટાવા ગીતના શૂટિંગ માટે ગણેશ આચાર્યને મોતિયાનું ઓપરેશન પાછળ ઠેલવું પડ્યું હતું. ઈટાઈમ્સ સાથે વાત કરતાં આ અંગે ગણેશ આચાર્યએ કહ્યું, અલ્લુ અર્જુનનો ૨ કે ૩ ડિસેમ્બરે ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે, માસ્ટરજી આપણે એક ગીત કરવાનું છે. મેં તેને કહ્યું કે, તમે ખૂબ મોડું કર્યું છે આવતીકાલે મારું મોતિયાનું ઓપરેશન છે. પરંતુ બાદમાં પ્રોડ્યુસરે ડૉક્ટર સાથે વાત કરી અને મારી સર્જરીની ડેટ આગળ કરાવી હતી.

તેમણે મને ગીત કોરિયોગ્રાફ કરવા બોલાવ્યો. અમે દિવસ સુધી રિહર્સલ કર્યું ને પછી શૂટિંગ કર્યું હતું. સામંથા પહેલા ઉં અંટાવા’ ગીતને રિજેક્ટ કરી ચૂકી હતી. એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મના ડાયરેક્ટર સુકુમારે ખુલાસો કર્યો હતો. ‘હું ગીતનો ભાગ નહીં બની શકું’ તેમ કહીને સામંથાએ ના પાડી હતી. સામંથાને મનાવવા માટે તેમણે એક્ટ્રેસ પૂજા હેગડેનું ઉદાહરણ આપ્યું હતું. તેણે ‘રંગાસ્થલમ’ ફિલ્મ માટે આઈટમ નંબર કર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.