Western Times News

Gujarati News

ગૌરવ ખન્નાની પત્ની પર ચડ્યો ફિલ્મ પુષ્પાનો રંગ

મુંબઈ, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા’ રિલીઝ થઈ ત્યારથી ચર્ચામાં છે. એક્ટર્સના ફેન્સ સિવાય સેલિબ્રિટીથી લઈને ક્રિકેટર્સ સુધી સૌ કોઈને ફિલ્મ પસંદ આવી છે અને તેઓ તેના પર રીલ્સ પણ બનાવી રહ્યા છે. આ લિસ્ટમાં વધુ એક એક્ટરનું નામ જાેડાયું છે અને તે છે ગૌરવ ખન્ના.

ગૌરવ ખન્નાએ પત્ની સાથે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાં બંને ફિલ્મ ‘પુષ્પા’ના સોન્ગ ‘ઓ અંટાવા’ પર નાચી રહ્યા છે. ગૌરવ ખન્નાએ જે વીડિયો શેર કર્યા છે, જેમાં તેની પત્ની આકાંક્ષાને કાર ડ્રાઈવ કરતી વખતે સોન્ગ ગાતી અને નાચતી જાેઈ શકાય છે.

બાદમાં તે ગૌરવને પણ તેમ કરવાનું કહે છે. ગૌરવ ખન્ના ફિલ્મમાં એક્ટરે કરેલી હેન્ડ મૂવમેન્ટ કરીને બતાવે છે. ગૌરવ ખન્ના હાલ ‘અનુપમા’ સીરિયલમાં અનુજ કપાડિયાનું પાત્ર ભજવી રહ્યો છે. ‘અનુપમા’ હાલ ટીઆરપી ચાર્ટમાં ટોપ પર છે. ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીની કેમેસ્ટ્રી પણ ફેન્સને પસંદ આવી રહી છે.

તેનું પાત્ર દરેક કોઈને ગમી રહ્યું છે. આ સિવાય તેની રૂપાલી ગાંગુલી સાથેની કેમેસ્ટ્રી પણ જબરદસ્ત છે. એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં, ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષાએ જણાવ્યું હતું કે, તેને શોમાં ગૌરવ અને રૂપાલીને સાથે જાેવા ગમે છે તેમજ જ્યારે તેઓ સ્ક્રિન પર સાથે દેખાઈ છે ત્યારે ફ્રેમ સારી લાગે છે.

તેણે તેવો પણ ખુલાસો કર્યો કે, તે રૂપાલી ગાંગુલીની મોટી ફેન છે અને જ્યારે તે અનુપમાના પાત્રને જુએ છે ત્યારે ઈંગ્લિશ વિંગ્લિશના શ્રીદેવીની યાદ આવી જાય છે. તો સીરિયલની સફળતા પાછળનું કારણ જણાવતા ગૌરવ ખન્નાએ કહ્યું હતું કે, તેના પાત્રો રિયલ અને સંબંધિત છે.

બાદમાં સ્ટોરી કે જેમાં ઘણા બધા રસપ્રદ ટિ્‌વસ્ટ અને ટર્ન્સ છે, જેમા ઘણા બધા લેયર છે, જે દરેક વયજૂથની વ્યક્તિને એક મેસેજ આપે છે. તેના પોતાના ઘરમાં શોના ઘણા ફેન છે, જેમાં તેના માતા અને પત્નીનો સમાવેશ થાય છે. ગૌરવ ખન્નાએ તેમ પણ કહ્યું કે, તેના માતા ‘અનુપમા’માં આગળના સમયમાં શું થશે તેનું અનુમાન લગાવતા રહે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.