Western Times News

Gujarati News

તેજસ્વી-કરણ બિગ બોસ ૧૫ બાદ ડિનર ડેટ પર દેખાયા

મુંબઈ, બિગ બોસ ૧૫ જીત્યા પછી તેજસ્વી પ્રકાશની ખુશી સાતમા આસમાને છે. કરણ કુંદ્રા સીઝનનો સેકન્ડ રનર-અપ બન્યો હતો. જાેકે, આ શોમાં કરણ હારીને પણ જીતી ગયો છે કારણકે તેને અહીં પ્રેમિકા મળી છે. બિગ બોસ ૧૫ના ઘરમાં જ તેજસ્વી અને કરણ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

હવે બંનેનો પ્રેમ શોની બહાર રંગ પકડી રહ્યો છે. ‘બિગ બોસ ૧૫’ પૂરું થયા પછી જાણે તેજસ્વી અને કરણ એકબીજાથી દૂર નથી રહી શકતાં. સોમવારે કરણ તેજસ્વીને મળવા તેના ઘરે પહોંચી ગયો હતો.

તેજસ્વી બાલ્કનીમાં ઊભી હતી જ્યારે કરણ નીચે અને બંનેએ આ રીતે જ વાતો કરી હતી. બાદમાં તેજસ્વી અને કરણ સાંજે ડિનર ડેટ પર ગયા હતા. ડિનર ડેટ પર તેજસ્વી પ્રકાશ પિંક રંગના કો-ઓર્ડ સેટમાં જાેવા મળી હતી જ્યારે કરણ કુંદ્રા વ્હાઈટ રંગની હુડીમાં જાેવા મળ્યો હતો. બંને હાથમાં હાથ પરોવીને આવતાં જાેવા મળ્યા હતા.

રેસ્ટોરાંની બહાર તેજસ્વી અને કરણે ફોટોગ્રાફર્સ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કરણ-તેજસ્વીને ભાઈ-ભાભી કહીને સંબોધ્યા હતા. આ સાંભળીને બંને હસી પડ્યા હતા અને પછી કહ્યું બરાબર છે. તેજસ્વી અને કરણની ડિનર ડેટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ડિનર બાદ પણ ફોટોગ્રાફર્સે બંનેને સાથે જાેયા ત્યારે કરણને પૂછ્યું કે, ભાભીનો ફોટો લેવો છે.

આ સાંભળીને તેજસ્વી હસી પડી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે કરણને પૂછ્યું હતું કે, શું તે અને તેજસ્વી કોઈ મ્યૂઝિક વિડીયોમાં જાેવા મળશે? ત્યારે કરણે કહ્યું કે, હજી તો અમને બહાર આવ્યા ૨૪ કલાક પણ નથી થયા. અત્યારે તો અમે ચાંદ-તારા જાેઈ રહ્યા છીએ.

પણ કંઈક નક્કી થશે તો ચોક્કસ તમને પહેલા જણાવીશું. બિગ બોસ ૧૫’ના ઘરની બહાર આવ્યા પછી હાલ તો કરણ અને તેજસ્વી ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે.

એકબીજાને વધુ સારી રીતે જાણવાની કોશિશ કરી રહ્યા છે. કરણ કુંદ્રાના પરિવારને તેજસ્વી અને એક્ટ્રેસના પરિવારને કરણ પસંદ આવ્યો છે. ત્યારે ચર્ચા થઈ રહી છે કે તેઓ જલ્દી જ લગ્ન કરશે. જાેકે, તેમણે આ અંગે હજી કોઈ પુષ્ટિ કરી નથી. વર્કફ્રંટની વાત કરીએ તો હવે તેજસ્વી પ્રકાશ ‘નાગિન ૬’માં જાેવા મળશે. શોના લેટેસ્ટ પ્રોમોમાં તેજસ્વીનો નાગિન તરીકેનો અવતાર જાેઈ શકાય છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો આ શોમાં કરણને પણ તેજસ્વી સાથે કાસ્ટ કરવામાં આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.