Western Times News

Gujarati News

રાજસ્થાનથી સુરત જતી બસ ૧૫ ફૂટ ખાડામાં પલટી

ખેડા, મોડી રાતે નડિયાદ કપડવંજ રોડ પર વીણા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી બસ રાજસ્થાન થી સુરત જઈ રહી હતી તે દરમિયાન વીણા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ પલ્ટી વાગતા સાઈડ પર આવેલ ૧૫ ફૂટ ખાડામાં ખાબકી હતી.

લક્ઝરી બસમાં ૫૦ જેટલા પેસેન્જર સવાર હતા, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. લક્ઝરી બસ પલ્ટી વાગતા એક પેસેન્જર બસમાં ફસાયો હતો. જેને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો.

નડિયાદ કપડવંજ રોડ પર અકસ્માતની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ અને ૧૦૮ ની ચાર એમ્બ્યુલન્સ તથા મહુધા પોલીસ ઘટનાં સ્થળે પહોંચ્યા હતા. ૫૦ મુસાફરો સવાર હોવાથી ૧૦૮ ની ચાર એમ્બયુલન્સ ઈજાગ્રસ્તોની મદદે ઘટના સ્થળે પહોંચી હતી.

નડિયાદ, મહુધા, કઠલાલ ૧૦૮ ની એમ્બલ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જાેકે, અકસ્માતમાં ત્રણ વ્યકિત ઇજાગ્રસ્ત થયા હતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ બસ પલટી ખાઈ જતા તેમાં એક મુસાફર ફસાયો હતો. આ મુસાફરને બહાર કાઢવા માટે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યું ઓપરેશન શરૂ કર્યું.

ફસાયેલ વ્યક્તિ બસની અંદર નીચે દબાઈ ગયો હતો. ફસાયેલ વ્યક્તિ બહાર કાઢવા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે સ્પેડર કટરની મદદથી બસનું પતરું કાપી તેને બસમાંથી બહાર કાઢ્યો હતો.

આશરે દોઢ કલાકની જહેમત બાદ બસમાં ફસાયેલ વ્યકિતને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. ફસાયેલ વ્યક્તિને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તેવુ નડિયાદ ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ફાયર સુપરિટેન્ડન્ટ અશોક શર્માએ જણાવ્યુ હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.