Western Times News

Gujarati News

કોરોનાની નવી આડઅસરઃ મહિના બાદ નાના આંતરડાનું ઓપરેશન કરાવવું પડે છે

અમદાવાદ, કોરોનાને માત આપ્યા બાદ ૩થી ૬ મહિના સુધી પેટ સંબંધિત જુદી જુદી સમસ્યાઓથી સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અમદાવાદની અપોલો હોસ્પિટલના ગેસ્ટ્રો ફિઝિશિયન ડૉક્ટર અપૂર્વ શાહે કહ્યું કે, કોરોનાથી સાજા થયા બાદ ૩૦ ટકા દર્દીઓમાં પેટ સંબંધિત સમસ્યાઓ જાેવા મળી છે.

કોરોનાથી સાજા થયા બાદ ભૂખ ના લાગવી, ડાયરિયા થવા, ઉલટી તેમજ પેટમા દુખવો થવો જેવી અનેક સમસ્યા જાેવા મળી છે. કોરોનાથી સાજા થયા બાદ કેટલાક મહિના બાદ નાના આંતરડાનું ઓપરેશન કરાવવું પડે એવા કિસ્સાઓ જાેવા મળ્યા છે.

કોરોના વાયરસ અત્યાર સુધી અનેક પ્રકારની સાઈડ ઈફેક્ટ્‌સ આપી ચૂક્યુ છે. જે લાંબા સમયથી શરીરને પીડા આપે છે. આવામાં કોરોનાની વધુ એક સાઈડ ઈફેક્ટ સામે આવી છે. ગેસ્ટ્રો ફિઝિશિયન ડો. અપૂર્વ શાહે આ મામલે કહ્યુ કે, કોરોનાંને માત આપ્યા બાદ ૩ થી ૬ મહિના સુધી પેટ સંબંધિત જુદી જુદી સમસ્યાઓ થઈ રહી છે.

જેનાથી દર્દીએ સાવચેત રહેવુ જાેઈએ. કોરોનાથી સાજા થયા બાદ ૩૦ ટકા દર્દીઓમાં પેટ સંબંધિત સમસ્યાઓ જાેવા મળી રહી છે. કોરોનાથી સાજા થયા બાદ ભૂખ ના લાગે, ડાયરીયા થાય, ઉલટી થવી, પેટમાં દુઃખવું, લીવર પર સોજા આવવા જેવા અનેક કેસો જાેવા મળ્યા છે.

સાથે જ તેમણે કહ્યુ કે, કોરોનાથી સાજા થયા બાદ કેટલાક મહિના પછી નાના આંતરડાનું ઓપરેશન કરવું પડે એવા કિસ્સાઓ પણ જાેવા મળ્યા છે. નાના આંતરડા સુધી લોહી ના પહોંચતું હોવાને કારણે ઓપરેશન જ એકમાત્ર વિકલ્પ બચે એવા કેસો પણ સામે આવ્યા છે.

આવા ઓપરેશનના કિસ્સાઓમાં ૨ થી ૩ લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. કોરોનાથી સાજા થતા લોકોમાં એવી અનેક બીમારીઓ જાેવા મળી, જેના વિશે લોકોને પહેલા ખ્યાલ જ ના હોય. આ વખતે કોરોનાના હજારો કેસો આવ્યા છે, જેમાં મોટાભાગના ઓમિક્રોનના કેસ હતા. પરંતુ આ વખતે ૩૦ ટકા જેટલા દર્દીઓ ડેલ્ટા વેરિયન્ટથી પણ સંક્રમિત હતા, આ તમામ દર્દીઓ કોરોનાથી સાજા થાય એટલે કેટલાક મહિનાઓ સુધી સાવચેત રહે એ હિતાવહ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.