Western Times News

Gujarati News

રવિના ટંડનના પિતા ફિલ્મ ડિરેક્ટર રવિ ટંડનનું નિધન

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડનના ફિલ્મ ડિરેક્ટર-પિતા રવિ ટંડનનું નિધન થયું છે. આ વાતની જાણકારી રવીના ટંડને પોતે સોશિયલ મીડિયા પર ફેન્સને આપી છે. રવિ ટંડને ૮૭ વર્ષની વયે શુક્રવારે, ૧૧મી ફેબ્રુઆરીએ સવારે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.

પિતાના નિધન પર શોક વ્યક્ત કરતા રવીના ટંડને ઈન્સ્ટાગ્રામ પર તેમના સાથેની થ્રોબેક તસવીરો શેર કરી છે. જેમાં બેબી રવીના ટંડનની ઝલક પણ જાેવા મળે છે. તસવીરની સાથે એક્ટ્રેસે તેના પિતા પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું છે ‘તમે હંમેશા મારી સાથે રહેશો, હું હંમેશા તમારી પડખે રહીશ. હું ક્યારેય જવા નહીં દઉ. લવ યુ પાપા’.

રવીના ટંડને તેના સોશિયલ મીડિયા પર પિતાના નિધનની જાણકારી આપતા જ ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્‌સ અને ફેન્સ શોક વ્યક્ત કરવા લાગ્યા તેમજ તેને મજબૂત રહેવાની હિંમત આપી. નીલમ કોઠારીએ કોમેન્ટ કરતા શોક વ્યક્ત કર્યો છે. તો જૂહી ચાવલાએ લખ્યું છે ‘ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ’. આ સિવાય ચંકી પાંડે અને નમ્રતા શિરોડકરે પણ શોક વ્યક્ત કર્યો છે.

રિપોર્ટ્‌સ પ્રમાણે, રવિ ટંડનને શ્વાસને લગતી તકલીફ હતી. તેમણે સવારે આશરે ૩.૪૫ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ બોલિવુડના અદ્દભુત ફિલ્મમેકર્સમાંથી એક હતા. તેમણે ખેલ ખેલ મેં, અનોખી, નઝરાના, મજબૂર, ખુદાર અને જિંદગી જેવી હિટ ફિલ્મો ડિરેકટ કરી હતી.

રવિ ટંડનના નિધનના સમાચાર મળતા જ રવીના ટંડનની સાથે રહેવા માટે તેની બેસ્ટ ફ્રેન્ડ-કોરિયોગ્રાફર ફરાહ ખાન તેમજ રિદ્ધિમા પંડિત સહિતના કેટલાક સેલેબ્સ તેમના ઘરે પહોંચ્યા હતા.

રવિ ટંડનનો જન્મ ૧૭ ફેબ્રુઆરી, ૧૯૩૫માં આગ્રામાં પંજાબી પરિવારમાં થયો હતો. તેમણે વીણા સાથે લગ્ન કર્યા હતા. રવીના સિવાય તેમને રાજીવ નામનો દીકરો પણ છે. જે પણ પ્રોડ્યૂસર અને ડિકરેક્ટર છે.

રવીના ટંડનના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે એક્ટર યશ અને સંજય દત્ત સાથે ફિલ્મ કેએફજીઃ ચેપ્ટર ૨’માં જાેવા મળવાની છે. હજી બે દિવસ પહેલા જ એક્ટ્રેસે ફિલ્મ માટેનું ડબિંગ પૂરું કર્યું હતું. ફિલ્મ એપ્રિલ, ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. જેની ટક્કર આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.