Western Times News

Gujarati News

શેરબજારમાં મોટો કડાકો,સેન્સેક્સ ૫૭૦૦૦ ની નીચે ખુલ્યો,નિફટીમાં પણ ઘટાડો

મુંબઇ, જથ્થાબંધ અને છૂટક ફુગાવાના આંકડા આજે એટલે કે ૧૪ ફેબ્રુઆરીએ આવવાના છે. તે પહેલા જ શેરબજાર આજે એટલે કે સોમવારે ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. બીએસઇના ૩૦ શેરો આધારિત મુખ્ય સેન્સેક્સ સેન્સેક્સ ૧૪૩૨ અંકોના ઘટાડા સાથે ૫૬૭૨૦૭ ના સ્તર પર ખુલ્યો છે. , પ્રી-ઓપનિંગમાં નિફ્ટી ૨૯૮ પોઇન્ટ ઘટીને ૧૭૦૭૬ પર હતો.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ સવારે ૯.૨૨ વાગ્યે ૧૩૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૬૮૨૯ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ૩૭૬.૧૫ પોઈન્ટ ઘટીને ૧૬,૯૯૮.૬૦ના સ્તરે હતો. નિફ્ટી ૫૦માં ઓએનજીસી અને ટીસીએસ સિવાય તમામ શેર લાલ નિશાન પર હતા.

ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, SU બેન્ક, નિફ્ટી મેટલ, નિફ્ટી ફાર્મા, રિયલ્ટી, મેટલ, હેલ્થ કેર, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ, નિફ્ટી બેન્ક, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ, નિફ્ટી ઓટો, પ્રાઇવેટ બેન્ક, આઇટી ઇન્ડેક્સ સહિતના તમામ સૂચકાંકો લાલ નિશાન પર હતા.

શુક્રવારે યુએસ બજારો ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. ૫૦૩,  S&P ૫૦૦ ડાઉજાેન્સમાં ૧.૯% ઘટ્યો, જ્યારે Nasdaq પણ ૨૯૪ પોઈન્ટ ઘટીને ૧૪૦૦૦ ની નીચે બંધ થયો. રશિયા યુક્રેન પર હુમલો કરે તેવી આશંકાથી બજારો તૂટ્યા છે. યુક્રેન પર વધતા તણાવને કારણે બ્રેન્ટ $૯૬ની નજીક પહોંચી ગયો છે. સપ્ટેમ્બર ૨૦૧૪ પછી ક્રૂડ ઓઇલ સૌથી વધુ સ્તરે પહોંચી ગયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.