Western Times News

Gujarati News

ડ્રrન્ક એન્ડ ડ્રાઇવથી સામાન્ય અકસ્માતમાં પણ નરમાઈ નહીં: સુપ્રીમ કોર્ટ

Files Photo

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે દારૂ પીને કાર ચલાવવાના મામલે આકરી ટિપ્પણી કરી છે. ડ્રન્ક એન્ડ ડ્રાઇવની ઘટનાઓ પર માત્ર એટલે નરમ વલણ ના દાખવી શકાય, કેમ કે એનાથી મોટી દુર્ઘટના નથી થઈ, દારૂ પીને ગાડી ચલાવવી અને લોકોના જીવન સાથે રમવું એક મોટો ગુના  છે અને કોઈને પણ દારૂ પીને કાર ચલાવવાની મંજૂરી ના આપી શકાય, એમ કોર્ટે કહ્યું હતું.

જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ બીવી નાગરત્નની ખંડપીઠે કહ્યું હતું કે દારૂ પીને વાહન ચલાવવાની એ ગેરવર્તણૂક જ નહીં, બલકે એક ગુનો છે. કોઈ પણ વ્યક્તિને દારૂ પીને વાહન ચલાવવાની મંજૂરી ના આપી શકાય. ખંડપીઠે અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાની સામે એક કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીમાં આ ટિપ્પણી કરી હતી.

સરકારી કર્મચારી બ્રિજેશ ચંદ્ર દ્વિવેદી (જે હવે મૃત્યુ પામ્યો છે)- ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ૧૨ બેટેલિયન પીએસીમાં તહેનાત ડ્રાઇવર હતો. તેની ડ્યુટી કુંભ મેળામાં ફતેહપુરથી અલાહાબાદ પીએસી કર્મચારીઓને લઈ જઈ રહેલા ટ્રકને ચલાવતો હતો અને જીપથી ટક્કર થતાં અકસ્માત થયો હતો. તે દારૂ પીને ટ્રક ચલાવતો હતો અને તેણે તેના ટ્રકને જીપને પાછળથી ટક્કર મારી હતી.

વિભાગની તપાસમાં માલૂમ પૂરી થયા પછી તપાસ અધિકારીએ તેને ફરજ પરથી કાઢી મૂકવાની સજાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે સજાને એપેલેટ સત્તાવાળાએ કાયમ રાખી હતી. જેથી કર્મચારીએ અલાહાબાદ હાઇકોર્ટ સમક્ષ એક રિટ અરજી કરી હતી, જેને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. એ પછી તેણે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.