Western Times News

Gujarati News

અજય દેવગણે મુંબઈમાં શરૂ કર્યું દ્રશ્યમ-૨નું શૂટિંગ

મુંબઈ, બોલિવૂડ એક્ટર અજય દેવગણે ફિલ્મ ‘દ્રશ્યમ’ના બીજા ભાગ એટલે કે ‘દ્રશ્યમ ૨’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અભિષેક પાઠક ડિરેક્ટેડ ફિલ્મ ‘દ્રશ્યમ ૨’માં એક્ટર અજય દેવગણની સાથે-સાથે તબુ, શ્રિયા શરણ અને ઈશિતા દત્તા લીડ રોલ્સમાં જાેવા મળશે.

અજય દેવગણે મુંબઈમાં ‘દ્રશ્યમ ૨’નું શૂટિંગ શરૂ કર્યું છે અને આગામી મહિનાઓમાં ગોવામાં શૂટિંગ શેડ્યુલ છે. એક્ટર અજય દેવગણે ટિ્‌વટ કરતા લખ્યું કે ‘શું વિજય ફરીવખત તેના પરિવારને બચાવી શકશે’. ઈંડ્ઢિૈજરઅટ્ઠદ્બ૨નું શૂટિંગ શરૂ. ‘દ્રશ્યમ ૨’ વિશે વાત કરતા અજય દેવગણે જણાવ્યું કે, ‘દ્રશ્યમ’માં કામ કરવાની ખૂબ મજા આવી હતી. ત્યારે ‘દ્રશ્યમ ૨’માં પણ ખાસ્સી રસપ્રદ સ્ટોરી છે.

મલયાલમમાં બનેલી મોહનલાલ સ્ટારર ફિલ્મ ‘દ્રશ્યમ ૨’ ઓટીટી પ્લેટફોર્મ પર ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને જીતુ જાેસેફે ડિરેક્ટ કરી છે. ‘દ્રશ્યમ’ રિલીઝ થઈ તેના ૬ વર્ષ બાદ ફિલ્મનો બીજાે ભાગ આવ્યો છે.

હિન્દીમાં ‘દ્રશ્યમ ૨’ને મલયાલમમાં બનેલી ફિલ્મના થોડા ફેરફાર સાથે બનાવાશે. દ્રશ્યમ ફિલ્મના પહેલા ભાગની વાત કરીએ તો તેમાં અજય દેવગણ અને તબ્બુ સિવાય શ્રિયા સરણ, ઈશિતા દત્તા, રજત કપૂર, મૃણાલ જાધવ અને રિષભ ચઢ્ઢા મહત્વના રોલમાં હતા.

આ ફિલ્મમાં તબ્બુ એક પોલીસ અધિકારીના રોલમાં હતી ત્યારે અજયને એક મિડલ ક્લાસ મેન બતાવવામાં આવ્યો હતો. ફિલ્મમાં છેક સુધી જાળવી રખાયેલા સસ્પેન્સે લોકોને મજા કરાવી હતી. મોહનલાલ સ્ટારર ફિલ્મ ‘દ્રશ્યમ ૨’ને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યારે ફેન્સને હિન્દી રિમેક પાસેથી પણ ઘણી આશા છે.

અજય દેવગણ સ્ટારર ૨૦૧૫માં આવેલી ફિલ્મ દ્રશ્યમના ડિરેક્ટર નિશિકાંત કામત હતા. નિશિકાંત કામતનું ૨૦૨૦માં હૈદરાબાદની સિટી હોસ્પિટલમાં નિધન થઈ ગયું હતું. ૫૦ વર્ષના નિશિકાંત કામત ઘણાં સમયથી લિવર ડિસીઝ સામે ઝઝૂમી રહ્યા હતા.

નિશિકાંતને ૩૧ જુલાઈ, ૨૦૨૦એ પીળીયો અને પેટ ફૂલી જવાની સમસ્યા બાદ હૈદરાબાદની હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ત્યાં જાણવા મળ્યું કે, તેમને લિવર સોરાયસિસ અને સેકન્ડરી ઈન્ફેક્શન થયું છે. ઉલ્લેખનીય છે કે, નિશિકાંત કામત બોલિવૂડમાં ‘દ્રશ્યમ’, ‘મદારી’, ‘મુંબઈ મેરી જાન’, ‘ફોર્સ’ અને ‘રોકી હેન્ડસમ’ જેવી ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.