Western Times News

Gujarati News

અમદાવાદમાં કોવીડ-૧૯ના નિયંત્રણો ૨૫મી ફેબ્રુઆરી સુધી લંબાવવાના આદેશ પોલીસ કમિશનરે કર્યા

નોવેલ  કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO  ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકારશ્રી તથા રાજય સરકારશ્રી દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.

સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- તા.૧૦/૦૨/૨૦૨૨ વાળા હુકમથી અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયમાં તા.૧૮/૨/૨૦૨૨ સુધી અમલમાં રહે તે રીતે કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા હતા.

સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ તા.૧૭/૦૨/૨૦૨૨ વાળાથી રાજ્યમાં કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતિની પુનઃસમીક્ષા કરીને નિયંત્રણોની અવધિ તા.૨૫/૦૨/૨૦૨૨ સુધી સવારના ૦૫.૦૦ કલાક સુધી લંબાવવામાં આવી છે.

જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા સમ્રગ અમદાવાદ શહેરમાં તા.૨૫ /૦૨/૨૦૨૨ સુધી દરરોજ રાત્રિના ૧૨:૦૦ કલાકથી સવારના ૦૫:૦૦ કલાક સુધી રાત્રિ કરફ્યુ સાથે નિયંત્રણો ફરમાવાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં કરફ્યુ સમય દરમિયાન જાહેર માર્ગ પર નીકળવુ નહિ.

કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાંતથા જાહેર જગ્યાઓ પર ઉભા રહેવું નહીઅથવા પગપાળા કે વાહનો મારફતે હરવું-ફરવું નહી. હોટલ-રેસ્ટોરેન્ટ્સમાથી Home Delivery સેવાઓ ચાલુ રાખી શકાશે.

શહેરમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક (લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત-ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં-ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ ૭૫% વ્યકિતઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦%ની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

હવેથી લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીં. તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે.

રાત્રિ કરફ્યુના સમયગાળા દરમિયાન બિમાર વ્યક્તિ,સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડ્ટસાથે અવરજવરની છૂટ રહેશે. મુસાફરોને રેલવે એરપોટ, એસ-ટી કે સીટી બસની ટિકિટ રજુ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભ યોજી શકાશે નહીં. આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમિયાન માગણી કરવાથી જરૂરી ઓળખપત્ર રજુ કરવાના રહેશે.

અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન,સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજૂ કરવાથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

રાત્રી કર્ફ્યુના સમયગાળા દરમિયાન covid 19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા, મેડિકલ-પેરામેડિકલ તથા તેને આનુસંગિક આરોગ્યલક્ષી સેવાઓ,ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા, ઇન્ટરનેટ ટેલીફોન/મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર /આઇ.ટી સંબંધિત સેવાઓ,

પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી/સી.એન.જી પમ્પ અને તેને સંબંધિત સેવાઓ, પોસ્ટ અને કુરિયર સર્વિસ,ખાનગી સિક્યુરીટી સેવા, પશુઆહાર,ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધી સેવાઓ,

કૃષિ કામગીરી,પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન,પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તમ, તથા તમામ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ, આંતરરાજ્ય,આંતરજિલ્લા અને આંતર શહેરોમાં વ્યાપાર/સેવાના  પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન સેવાઓ,તમામ પ્રકારના એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમોસાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.

covid-19 સંબંધ માર્ગદર્શક સુચનાઓનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. તમામ નાગરિકોને ફરજિયાત માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ તેમજ સરકાર દ્વારા જાહેર કરાતી કોરોના કોવિડ-૧૯ની માર્ગ દર્શિકાનું પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામાના ભંગ બદલ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે તેમ  અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી સંજય શ્રીવાસ્તવ દ્વારા ફરમાવવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.