Western Times News

Gujarati News

ગાંધીનગર મ્યુનિ.કોર્પો.નું રૂા. ૫૪૦.૪૩ કરોડનું બજેટ મંજુર

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર મહાનગર પાલિકાનું ૫૪૦.૪૩ કરોડના કદનું નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ સામાન્ય સભામાં બહુમતીથી મંજૂર કરાયું છે. શનિવારે બપોરે સાડા બાર વાગ્યે મળેલી સામાન્ય સભામાં આપના તુષાર પરીખ સહિત પાંચ જેટલા સભ્યો ગેરહાજર હતા.

ત્રણ પદાધિકારીઓ અને ૩૬ કોર્પોરેટરની હાજરી સાથે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસની પ્રજાલક્ષી બે દરખાસ્તો ગ્રાહ્ય ન રાખવા મુદ્દે અને પદાધિકારીઓના પરચુરણ ખર્ચમાં વધારા મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહે વિરોધ નોંધાવીને સભામાંથી વોકઆઉટ કર્યું હતું.

કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે કહ્યું હતું કે, વેરા ઘટાડાની દરખાસ્ત ન લઈને મેયરે ગરીબ વિરોધી માનસિકતા છતી કરી છે. મેયરે પોતાની ગ્રાન્ટમાં ૪૦ લાખ અને ચેરમેન, ડે. મેયરે પાંચ-પાંચ લાખનો વધારો કરી લીધો છે. ઉપરાંત અતિથિ સત્કારના ખર્ચમાં ૧-૧ વધારો કરાઈને ડે. મેયર-ચેરમેન માટે પરચુરણ ખર્ચ ૫ લાખ મંજૂર કરાયો છે. આ ૧૦ લાખનો પરચુણ ખર્ચે માનીતી સંસ્થાઓને ફાયદો કરાવવા કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.