Western Times News

Gujarati News

પેરિસમાં FATFની બેઠક પહેલા પાકિસ્તાનના વિરોધમાં થયુ પ્રદર્શન

નવીદિલ્હી, FATFના ગ્રે લિસ્ટમાં શામેલ પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ફ્રાંસમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બહાર પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ‘આતંકવાદી પાકિસ્તાન’ જેવા નારા પણ લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનોનું આયોજન પેરિસમાં રહેતા નિર્વાસિત અફઘાન, ઉઇગર અને હોંગકોંગમાં એક સમુદાય દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનના મુખ્ય આયોજક પાકિસ્તાન સ્થિત પત્રકાર તાહા સિદ્દીકી છે.

વાસ્તવમાં પત્રકાર તાહા સિદ્દીકીએ પણ ટિ્‌વટર પર આ વિરોધ સાથે જાેડાયેલો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પાકિસ્તાન વિરોધી પ્લેકાર્ડ પણ લોકોના હાથમાં હાજર હતા. “વૈશ્વિક સ્તરે મની લોન્ડરિંગમાં પાકિસ્તાનની ભૂમિકા, દેશ અને પડોશી દેશમાં પાકિસ્તાન દ્વારા આતંકને પ્રોત્સાહન અને ચીન સાથેના તેના જાેડાણ માટે ઇસ્લામાબાદની લોબી માટે જવાબદાર ઠેરવી શકાય નહીં.

તેમણે કહ્યું કે, આવતા અઠવાડિયે દેશની ગ્રે-લિસ્ટિંગની સમીક્ષા માટે થનારી બેઠકમાં તે આંતરરાષ્ટ્રીય સંગઠનને ઈંબ્લેકલિસ્ટપાકિસ્તાન કરવા માટે આગ્રહ કરશે. દુનિયાએ પાકિસ્તાનનો અસલી ચહેરો જાણવો જાેઈએ.

પેરિસમાં FATF પ્લેનરી એન્ડ વર્કિંગ ગ્રુપની બેઠક પહેલા વિશ્લેષકોએ કહ્યું છે કે, પાકિસ્તાનના ગેરવર્તનના કારણે તે વૈશ્વિક આતંકવાદ વિરોધી ધિરાણ અને એન્ટી-મની લોન્ડરિંગ સર્વેલન્સની “બ્લેક લિસ્ટ”માં સરકી જવાની સંભાવના છે. પાકિસ્તાન જૂન ૨૦૧૮થી આતંકવાદ વિરોધી ધિરાણ અને મની લોન્ડરિંગ વિરોધી વ્યવસ્થામાં ખામીઓ માટે પેરિસ સ્થિત FATFની ગ્રે લિસ્ટમાં છે.

આ ગ્રે લિસ્ટિંગની પાકિસ્તાનની આયાત, નિકાસ, રેમિટન્સ અને આંતરરાષ્ટ્રીય ધિરાણની મર્યાદિત પહોંચ પર નોંધપાત્ર અસર પડી છે. સત્તામાં આવ્યા બાદથી જ વિપક્ષ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને સત્તામાંથી ઉખાડી ફેંકવા માટે સતત પ્રચાર કરી રહ્યું છે.

નિષ્ણાતોનું માનવું છે કે, પાકિસ્તાનમાં સરકાર આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. ઉલટાનું સરકારે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) જેવા ઇસ્લામિક સંગઠનો સામે શરણાગતિ સ્વીકારી છે.

ગ્લોબલ સ્ટ્રેટેજી વ્યૂએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકાર દ્વારા લેવામાં આવેલા ર્નિણયોથી એફએટીએફના આદેશનું ઉલ્લંઘન થયું હોત. જાે એફએટીએફ પાકિસ્તાનને ‘બ્લેક લિસ્ટ’માં મૂકશે તો આર્થિક દંડ અને અન્ય પ્રતિબંધિત પગલાં લેવામાં આવશે. પાકિસ્તાનની સંઘર્ષશીલ અર્થવ્યવસ્થા માટે આ મોટો ફટકો હશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.