Western Times News

Gujarati News

રશિયાનું લક્ષય યૂક્રેનની સરકાર બદલવાનું છે, તેવું નિવેદન કોણે આપ્યું

યુક્રેન પર રશિયાના હુમલા બાદ નોટાએ મોટી જાહેરાત કરી છે. નાટો NATO ચીફ જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યુ, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને તેમના સમકક્ષ યુક્રેન પર રશિયાના હુમલાને ધ્યાનમાં રાખીપોતાના સહયોગી દેશોની રક્ષા માટે સેનાની તૈયાતી પર સહમત થયા છીએ.

Moscow’s goal is to change the government of Ukraine. I will pay my respect to the Ukrainian armed forces, which are really proving their bravery and their courage by fighting and standing up against the much larger invading Russian force: NATO chief Jens Stoltenberg

યૂક્રેન પર રશિયાના હુમલા બાદ નાટોએ મોટી જાહેરાત કરી છે. નાટો ચીફ જેન્સ સ્ટોલ્ટનબર્ગે જણાવ્યું હતું કે યૂક્રેન પર રશિયાના હુમલાને પગલે યુએસ પ્રમુખ જો બાઇડેન અને તેમના સમકક્ષ તેમના સહયોગી દેશોની સુરક્ષા માટે સૈનિકો તૈનાત કરવા સહમત થયા છે.

નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન અથવા એટલાન્ટિક એલાયન્સ (NATO) એક આંતરરાષ્ટ્રીય રાજકીય અને લશ્કરી સંગઠન છે જેનો ઉદ્દેશ્ય રાજકીય અને લશ્કરી માધ્યમો દ્વારા તેના સભ્યોની સ્વતંત્રતા અને સુરક્ષાની બાંયધરી આપવાનો છે.

સ્ટોલટેનબર્ગે કહ્યું હતું કે યુક્રેન પર રશિયાનો હુમલો યૂક્રેન પરના હુમલા કરતાં ઘણો વધારે છે. આ માત્ર યૂક્રેનમાં નિર્દોષ લોકો પર વિનાશક રીતે ભયાનક હુમલો છે જ પરંતુ તે સમગ્ર યુરોપિયન સુરક્ષા વ્યવસ્થા પર પણ હુમલો છે અને તેથી જ અમે તેને ગંભીરતાથી લઈ રહ્યા છીએ.

રશિયાનું ધ્યેય યૂક્રેનની સરકારને બદલવાનું છે એમ તેમણે જણાવ્યું હતું. હું યૂક્રેનના સશસ્ત્ર દળો પ્રત્યે મારો આદર વ્યક્ત કરવા માંગુ છું, જેઓ ખરેખર વિશાળ આક્રમણકારી રશિયન સેના સામે ઉભા રહીને તેમની બહાદુરી અને હિંમત પુરવાર કરી રહ્યા છે.

જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે નેતાઓએ નાટોની કેટલીક ત્વરિત જનાર ટુકડીઓને મોકલવાનો નિર્ણય કર્યો છે. જો કે તેમણે સ્પષ્ટતા કરની નથી કે કેટલા સૈનિકો તૈનાત કરવામાં આવશે. પરંતુ તેમણે કહ્યું કે આ પગલામાં જમીન, સમુદ્ર અને હવાઈ શક્તિનો સમાવેશ થાય છે. માનવામાં આવી રહ્યું છે કે રશિયાના રોમાનિયામાં એક જહાજ પર થયેલા હુમલા બાદ આ પગલું ભરવામાં આવી રહ્યું છે. રોમાનિયા નાટોનું સભ્ય છે.

જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું, રશિયાનો હેતુ યૂક્રેન પૂરતો મર્યાદિત નથી. આવી સ્થિતિમાં સહયોગી દેશોમાં જમીન, સમુદ્ર અને હવામાં નાટો રિસ્પોન્સ ફોર્સની ટુકડીઓ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.