Western Times News

Gujarati News

વરરાજા ધો.૧૦ની પરીક્ષા આપવા ગયો, દુલ્હને રાહ જોઈ

છતરપુર, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે સ્ટેજ પર દુલ્હન એકલી બેઠી છે અને વરરાજાની રાહ જાેઈ રહી છે. દુલ્હન ત્રણ કલાક સુધી આ પ્રકારે સજીધજીને બેસી રહી કારણકે વરરાજા પરીક્ષા આપવા માટે ગયો હતો.

છતરપુર જિલ્લામાં આયોજિત એક સમૂહલગ્નના કાર્યક્રમમાં આ ઘટના બની હતી. વરરાજાની પરીક્ષા ચાલી રહી હતી. લગ્ન દરમિયાન જ તે પરીક્ષા આપવા માટે જતો રહ્યો અને દુલ્હન રાહ જાેતી રહી ગઈ.

સમગ્ર ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરીએ તો, વરરાજા લગ્નના દિવસે જ પરીક્ષા આપવા માટે ગયો હતો. જેના કારણે લગ્ન ૩ કલાક સુધી રોકવા પડ્યા હતા. શનિવારના રોજ શહેરના કલ્યાણ મંડપમાં બુંદેલખંડ પરિવાર દ્વારા ૧૧ દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું. ૧૧ દીકરીઓમાંથી એક શહેરના સટઈ રોડ પર રહેતા નંદુ સેનની પુત્રી પ્રીતિ હતી જેના લગ્ન ધર્મેન્દ્ર કુમાર સેનના પુત્ર રામજી સેન સાથે થવાના હતા. આ લગ્નની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે.

લગ્નની વિધિ માટે દુલ્હન તૈયાર થઈને મંડપમાં પહોંચી ગઈ પરંતુ ત્યાં વરરાજા હાજર નહોતો. થોડી વાર પછી કન્યા પક્ષના લોકોને ખબર પડી કે રામજી સેન ૧૦મા ધોરણની પરીક્ષા આપવા માટે શહેરની ગર્લ્સ સ્કૂલમાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં ગયો છે. પરીક્ષા આપ્યા પછી રામજી સેન લગ્નના સ્થળ પર પહોંચ્યો અને લગ્નની વિધિ સમાપ્ત કરવામાં આવી.

રામજી સેને આ વિશે વાત કરતાં જણાવ્યું કે, તેણે આખું વર્ષ અભ્યાસ કર્યો હતો અને તેને લાગ્યું કે પરીક્ષા આપવી જરૂરી છે. માટે તેણે લગ્ન કરતા વધારે પ્રાથમિકતા પરીક્ષાને આપી.

દુલ્હન પ્રીતિ સેને પણ પોતાના પતિના આ ર્નિણયના વખાણ કર્યા અને કહ્યું કે અભ્યાસ બાબતે આટલી ગંભીરતા હોવી એ ઘણી સારી બાબત છે. આટલુ જ નહીં, પ્રીતિએ રાહ જાેવી પડી તેના માટે નારાજગી વ્યક્ત કરવાના સ્થાને કહ્યું કે, લગ્ન તો ગમે ત્યારે થઈ શકે છે પરંતુ જાે તે પરીક્ષા ના આપતા તો તેમનું આખું વર્ષ ખરાબ થઈ જતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.