Western Times News

Gujarati News

પરત ફરેલાં મેડિકલ સ્ટૂડન્ટ્‌સની યુક્રેનમાં અભ્યાસ પૂરો કરવા ઈચ્છા

અમદાવાદ, યુક્રેનમાં યુદ્ધના કારણે પરત આવેલા ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્‌સનું ભવિષ્ય અંધકારમય જણાય છે. હવે તેમનું શું થશે તે કોઈ નથી જાણતું. ઘણા સ્ટુડન્ટ પરત આવી ગયા છે, પરંતુ હવે ભારતમાં શું કરવું તે નક્કી નથી. જે લોકો યુક્રેનમાં ફસાઈ ગયા છે તેમને પણ ભવિષ્યના પડકારોનો ખ્યાલ નથી. ભારતીય સત્તાવાળાઓએ કહ્યું કે વિદેશથી ભારત આવેલા સ્ટુડન્ટ્‌સને ભારતની મેડિકલ કોલેજાેમાં સમાવી લેવા શક્ય નથી.

ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાઇસેન્સિયેટ રેગ્યુલેશનના નિયમો પ્રમાણે કોઈ સ્ટુડન્ટ ૧૦ વર્ષમાં એમબીબીએસનો કોર્સ કરી શકે છે. આ કોર્સ ઓછામાં ઓછા ૪.૫થી ૫ વર્ષનો હોય છે.

આ ઉપરાંત બે વર્ષ ઇન્ટર્નશિપ કરવાની હોય છે. યુક્રેનમાં છ વર્ષે એમબીબીએસની ડિગ્રી મળે છે. યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે ત્રીજા અને ચોથા વર્ષમાં અભ્યાસ કરતા મેડિકલ સ્ટુડન્ટ માટે જાેખમ અત્યંત વધી જાય છે. યુક્રેનમાં હવે યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થશે અને અમને ક્યારે પાછા બોલાવવામાં આવશે તે નક્કી નથી. અત્યારે તો અમે યુનિવર્સિટી છોડી રહ્યા છીએ પરંતુ ભવિષ્યની ખબર નથી.

યુક્રેનના કિવ શહેરની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લગભગ ૫૦૦ ભારતીય સ્ટુડન્ટ્‌સને રોમાનિયાની સરહદે લઈ જવાયા હતા. ભારતમાં નેશનલ મેડિકલ કમિશનના અધિકારીએ કહ્યું કે અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા તે વિદ્યાર્થીઓને સહીસલામત ભારત પરત લાવવાની છે.

આ વિદ્યાર્થીઓએ રાહ જાેવી પડશે અને સ્થિતિ કેવી રીતે આકાર લે છે તે જાેવું પડશે. પોલેન્ડ સરહદે તેમની સાથે ગેરવર્તાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના ભવિષ્યની પણ ચિંતા છે.

મોટા ભાગના વિદ્યાર્થીઓ પરત યુક્રેન જવા માંગે છે જેથી તેમનો મેડિકલનો અભ્યાસ પૂરો કરી શકાય. ભારતમાં મેડિકલ કોલેજના પ્રિન્સિપાલોએ જણાવ્યું કે આ સ્ટુડન્ટ્‌સને અહીની કોલેજાેમાં સમાવવા અશક્ય છે. આપણે ત્યાં મેડિકલ સીટની અછત છે, આ ઉપરાંત મેરિટનો પણ સવાલ છે.

ભારતથી વિદેશ મેડિકલનો અભ્યાસ કરવા જતા મોટા ભાગના સ્ટુડન્ટે નીટની એક્ઝામમાં ઓછા ગુણ મેળવ્યા છે. કોવિડ વખતે જે સ્ટુડન્ટને ચીનથી પરત લાવવામાં આવ્યા હતા, તેમને પણ ભારતીય મેડિકલ કોલેજાેમાં સમાવી શકાયા ન હતા.

યુક્રેન યુદ્ધમાં હજારો ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્‌સ ફસાઈ ગયા છે, ત્યારે એવો સવાલ થાય છે કે તેમને ભારતમાં કેમ મેડિકલ કોલેજાેમાં એડમિશન નથી મળતું અને તેમની એજ્યુકેશનલ લાયકાત કેવી હોય છે. તાજેતરમાં સંસદીય મંત્રી પ્રહલાદ જાેશીએ જણાવ્યું છે કે મેડિકલના અભ્યાસ માટે વિદેશ જતા ૯૦ ટકા સ્ટુડન્ટ ભાારતમાં એનઈઈટીની પરીક્ષામાં ફેલ થયેલા હોય છે. હાલમાં દર વર્ષે ૨૦ હજાર ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા માટે વિદેશ જાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.