Western Times News

Gujarati News

અમરેલીના ખાંભા અને ગીર પંથકમાં ભૂકંપના આંચકા

ગાંધીનગર, કચ્છની ૨૦૦૧ની ગોઝારી ઘટના ક્યારેક એકેય ગુજરાતી ભૂલી શકે તેમ નથી તેવામાં આજે ફરી સૌરાષ્ટ્ર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.અહેવાલ અનુસાર ગુજરાતની ધરા આજે ફરી ધ્રૂજી છે. અમરેલી પંથકમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલી જિલ્લાના ખાંભા અને ગીર પંથકમાં આંચકા આવ્યા છે. મિતિયાળા અભ્યારણમાં પણ ધરા ધ્રૂજતા આસપાસના તમામ લોકો ઘરની બહાર દોડી આવ્યા છે.

અહેવાલ અનુસાર ગઈકાલે રાત્રે બે ભૂકંપના આંચકા રિસ્કટર સ્કેલ પર પણ નોંધાયા હતા. એક ભૂંકપની તીવ્રતા ૨.૩ અને બીજાની ૨.૬ હતી.કચ્છ યુનિવર્સિટીના સિસ્કોમોલોજી રિસર્ચના અનુમાનમાં આશંકા વ્યકત કરવામાં આવી છે કે આગામી સમયમાં વધુ ઝટકા ગુજરાત અને ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્ર પંથકમાં જાેવા મળી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.