Western Times News

Gujarati News

જન શતાબ્દી ટ્રેનને નડિયાદ સ્ટોપેજથી કેન્દ્રીય મંત્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

(પ્રતિનિધિ) નડિયાદ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના જંકશન રેલવે સ્ટેશન પર આજે અમદાવાદ – કેવડીયા ( એકતા નગર ) જન શતાબ્દી એક્ષપ્રેસ ટ્રેન આવી પહોંચી હતી .

જન શતાબ્દી એક્ષપ્રેસ ટ્રેનને નડિયાદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે ટ્રેનના આગમન સમયે નડિયાદ સ્ટેશન પર ઉપસ્થિત રહી ટ્રેનનું સ્વાગત કર્યું હતું , અને એન્જીનનું પૂજન કરી લોકો – પાયલોટને મ્હો મીઠું કરાવ્યું હતું . આ પ્રસંગે ડી.આર.એમ ( વડોદરા ) અમિત ગુપ્તા સહીત રેલવેના અધિકારીઓ , કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .

સ્ટેચ્યુ ઓફ યુનીટી , કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું . આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે , “ વિશ્વ વંદનીય મહાપુરુષ સરદાર સાહેબની વિશાળ પ્રતિમાના દર્શન કરવા જતા યાત્રીઓ પૈકી નગર નડિયાદ સહિત ખેડા જીલ્લાની જનતાને સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી જ આ ટ્રેનનો લાભ મળી રહે તે ઉદ્દેશથી નડિયાદ સ્ટેશનને આ સ્ટોપેજ મળ્યું છે . ત્યારે તેના લાભાર્થી મુસાફરો નાગરિકો આ ટ્રેનનો વધુમાં વધુ લાભ લે તેવી મારી લાગણી છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.