Western Times News

Gujarati News

ક્રૂડ ઓઈલના ભાવમાં બે વર્ષનો સૌથી મોટો ૧૩ ટકાનો કડાકો

મુંબઇ, રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલમાં ભડકો થયો અને ભાવ ૮ વર્ષની ઉંચી સપાટીને વટાવી ગયા હતો. જાે કે ગુરુવારે તેમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો નોધાયો છે.

ઓપેક સમૂહના સભ્યોની ક્રૂડ ઓઇલના ઉત્પાદન મામલે બુધવારે બેઠક યોજાઇ હતી. જેમાં ઓપેકના સભ્ય યુનાઈટેડ આરબ અમીરાતે કહ્યું કે તેણે યુક્રેન પર આક્રમણ કર્યા પછી રશિયા પરના પ્રતિબંધોને કારણે સપ્લાયમાં પડેલા વિક્ષેપ વચ્ચે વધારે ક્રૂડ ઓઇલ ઠાલવવાનું નક્કી કર્યુ છે. જેની અસર ક્રૂડ ઓઇલના ભાવમાં ૧૩ ટકાનો કડાકો બોલાયો છે જે છેલ્લા બે વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે.

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૧૬.૮૪ ડોલર અથવા ૧૩.૨ ટકા ઘટીને ૧૧૧.૧૪ ડોલર પ્રતિ બેરલ પર સેટલ થયો હતો, જે ૨૧ એપ્રિલ, ૨૦૨૦ પછીનો તેમનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. તો યુએસ ક્રૂડ ફ્યુચર્સ નવેમ્બર પછીના તેમની સૌથી મોટા દૈનિક કડાકામાં ૧૫.૪૪ ડોલર અથવા ૧૨.૫ ટકા ઘટીને ૧૦૮.૭૦ ડોલર પર બંધ થયા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વૈશ્વિકબજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ૧૩૫ ડોલર પ્રતિ બેરલની સપાટીને કુદાવી ગઇ હતી.

ઓર્ગેનાઈઝેશન ઑફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક)ના સભ્યોમાં યુએઇ અને તેના પાડોશી સાઉદી અરેબિયા દેશો સામેલ છે જેઓ ઉત્પાદનમાં વધારો કરી શકે છે. નોંધનીય છે કે, અમેરિકાએ દુનિયાભરના ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોને ઉત્પાદન વધારવા માટે હાકલ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.