Western Times News

Gujarati News

મહિલા ડૉક્ટરે મોંઢાથી ઓક્સિજન આપી નવજાત બાળકનો જીવ બચાવ્યો

આગ્રા, ઉત્તર પ્રદેશના આગ્રાના એતમાદપુરમાં એક સરકારી મહિલા ડૉક્ટરે નવજાત બાળકીને તેમના મોંઢાથી ઓક્સિજન આપીને બચાવી હતી. મહિલા તબીબે નવજાત શિશુના શ્વાસને પોતાના કુનેહથી ચાલુ રાખ્યા, આ દરમિયાન સગર્ભા માતા બાળકીના જીવની આશામાં તબીબ સામે તાકી રહી હતી. બીજી તરફ નવજાત શિશુના રડવાનો અવાજ ન આવ્યો ત્યાં સુધી મહિલા તબીબ પ્રયાસ કરતી રહી. આખરે ડોક્ટરના પ્રયાસથી નવજાત શિશુમાં જીવ આવ્યો.

આ મામલો એતમાદપુર સામુહિક આરોગ્ય કેન્દ્રનો છે. અહીં ખુશ્બુ નામની મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો, પરંતુ નવજાત શિશુ શ્વાસ લેવામાં અસમર્થ હતો. ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં પ્રસૂતિ કરાવતા ડો.સુરેખા નવજાત શિશુને મશીન દ્વારા ઓક્સિજન આપવામાં નિષ્ફળ જતાં ડો.સુરેખાએ નવજાત શિશુને મોઢું મુકીને શ્વાસ આપવાનું શરૂ કર્યું હતું. આ જાેઈને ત્યાં હાજર સ્ટાફ ચોંકી ગયો હતો. એક સ્ટાફે તેનો વીડિયો બનાવ્યો હતો.

ડો.સુરેખા લોહીથી લથપથ નવજાત શિશુને મોઢા દ્વારા તેમજ છાતી પર પમ્પ કરી રહી હતી. આખરે તેના પ્રયત્નો ફળ્યા અને તે નવજાતને જીવન આપવામાં સફળ રહી. આ અંગે ડો. સુરેખાએ જણાવ્યું કે, તેમણે સાત મિનિટ સુધી નવજાત શિશુને મોઢા દ્વારા શ્વાસ આપ્યા, જેના કારણે તેમના પ્રયત્નો ફળ્યા અને નવજાત બાળકીને શ્વાસ લેવા લાગ્યો.

આને લગતો બે મિનિટ ૫૦ સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ જાેઈને કોઈ મહિલા ડૉક્ટરની પ્રશંસા કરતાં થાકતું નથી. ડો. ચૌધરીએ જણાવ્યું હતું કે, “શરૂઆતમાં નર્સે નવજાત શિશુની પ્રાથમિક સારવાર કરી હતી, પરંતુ તે કામ કરતું ન હતું. આખરે મેં તેને ઓછામાં ઓછું સાત મિનિટ મોં બંધ રાખીને શ્વાસ આપવાનું શરૂ કર્યું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.