Western Times News

Gujarati News

અમરાઈવાડીમાં વાસણની દુકાનના માલિકે ચોરીનો આરોપ મુકતાં યુવકનો આપઘાત

વાસણની દુકાન માલિક પિતા-પુત્રે ચોરીનો આરોપ મુક્યા બાદ સમાધાન પેટે પંદર હજાર માંગ્યા હતા

અમદાવાદ 01062019: અમરાઈવાડીમાં વાસણની દુકાનના માલિકે ચોરીનો આરોપ મુકતાં યુવકનો આપઘાત અમરાઈવાડી વિસ્તારમાં યુવાન પર ચોરીનો આરોપ મુક્યા બાદ સમાધાન થતાં વેપારી પિતા-પુત્ર પોતાનાં ૧૫ હજાર રૂપિયા આપવા માટે યુવાન પર વારંવાર દબાણ કરતાં હતા. જા કે રૂપિયાની સગવડ ન થતાં માનસિક તણાવમાં આવી જતાં આત્મહત્યાનું પગલું ભર્યું હતું. મોડી સાંજે ઘરે પરત ફરેલાં માતા પિતાએ બંધ દરવાજામાંથી જાતાં દિકરો લટકતી હાલતમાં દેખાતાં તેમનાં પગ તળેથી ધરતી નીકળી સરકી ગઈ હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આપઘાત કરનાર યુવાન વિશાલ ભરતભાઈ સોની (રહે.મણીલાલ ભાવસારની ચાલી, દેના બેંક સામે, અમદાવાદ) કેટલાંક સમય અગાઉ દેના બેંકની બાજુમાં આવેલી ગણેશ વાસણ ભંડાર નામની દુકાનમાં નોકરી કરતો હતો. અને બે મહીના પહેલાં દુકાનનાં માલિક શાંતિલાલ તથા તેમના દીકરા નટવરલાલે વિશાલ ઊપર ચોરીનો આક્ષેપ કર્યાે હતો. ઊપરાંત અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી પણ કરી હતી. બાદમાં બંને વચ્ચે સમાધાન થતાં ૨૯ વર્ષીય વિશાલે રૂપિયા ૧૫ હજાર સમાધાન પેટે ચૂકવવાનું નક્કી કર્યું હતું. જા કે વિશાલ છૂટક મજૂરી કરતો હોઈ તથા ક્યારેક પિતાનાં કામમાં મદદ કરતો હોઈને ૧૫ હજાર રૂપિયા બે માસમાં એકત્ર કરી શક્યો નહતો. આ અંગે વિશાલે વધઆરે મુદ્દત આપવા માટે શાંતિલાલ તથા નટવરલાલને કહ્યું હતું. જા કે બંને વેપારી પિતા-પુત્રએ તેને મુદ્દત આપવાની ના કહીને રૂપિયા આપવા માટે દબાણ કરતા હતાં. જેનાં પગલે વિશાલ માનસિક તણાવ અનુભવી રહ્યો હતો.

દરમિયાન ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાનાં સુમારે તેના પિતા ભરતભાઈ તથા માતા રાજેશ્વરીબેન શાહીબાગ ખાતે ગયા હતા. જ્યારે વિશાલ એકલો ઘરે હતો. સાંજે આઠ વાગ્યાની આસપાસ દંપતી પરત ફરતાં તેમણે ઘરનો દરવાજા અંદરથી બંધ જાયો હતો. પરંતુ વિશાલને બુમો પાડવા છતાં તેણે દરવાજા ખોલ્યો નહતો.

જેથી પિતા ભરતભાઈએ દરવાજામાંથી જાતાં વિશાલનો મૃતદેહ પંખા લટકી રહ્યો હતો. જેથી બુમાબુમ કરતાં આસપાસનાં પડોશીઓ એકઠા થઈ ગયા હતા અને દરવાજાને ધક્કો મારી ખોલી નાંખ્યો હતો. વિશાલનો મૃતદેહ નીચે ઊતારતાં તેનાં ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. “જેમાં ગણેશ વાસણ ભંડારની દુકાનવાળા શાંતિલાલ તથા તેમનો દીકરો નટવરલાલ બંને જણા રૂપિયા પંદર હજાર માટે અવારનવાર હેરાન કરે છે અને તેમના રૂપિયા મુદ્દત પ્રમાણે આપી શકેલ ન હોય બીજા મુદ્દત આપેલ ન હોય જેથી દેહ ત્યાગ કરું છું.” તેવું લખાણ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.