Western Times News

Gujarati News

ફેસબુકની મધર કંપની મેટાએ ભાજપને ઓછા ભાવમાં જાહેરાતની સેવા આપી

નવીદિલ્હી, કોંગ્રેસ ભાજપ પર નવા આરોપ લગાવી રહી છે. લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફેસબુકના પક્ષપાતી વલણનો મામલો ઉઠાવ્યો હતો. ત્યારબાદ સાંસદ રાહુલ ગાંધીએ પણ તેના પર નિશાન સાધ્યુ છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર અલજજીરાના અમુક રિપોર્ટ શેર કર્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુકની મધર કંપની મેટાએ ભાજપને ઓછા ભાવમાં જાહેરાતની સેવા આપી. સાથે જ ભાજપને મતદારો સુધી પહોંચવામાં મદદ કરી. આ રિપોર્ટસ શેર કરીને રાહુલ ગાંધીએ લખ્યુ કે લોકતંત્ર માટે ‘મેટા-વર્સ'(ખૂબ ખરાબ) છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે લોકસભામાં કહ્યુ કે ફેસબુક અને સત્તા(મોદી સરકાર)ની મિલીભગતથી જે રીતે સામાજિક સૌહાર્દને ખરાબ કરવામાં આવી રહ્યુ છે, જે રીતે લોકોના દિમાગમાં નફરત ભરવામાં આવી રહી છે, તે આપણા દેશના લોકતંત્ર માટે ખતરનાક છે.

તેમણે કહ્‌ટયુ કે ફેસબુક અને ટિ્‌વટર જેવી વૈશ્વિક કંપનીઓનો ઉપયોગ નેતા અને રાજકીય દળો પોતાના પોલિટિકલ નરેટિવને વધારવા માટે કરી રહ્યા છે. એ વારંવાર નોટિસમાં આવ્યુ છે કે વૈશ્વિક સોશિયલ મીડિયા કંપનીઓ બધી પાર્ટીઓને સમાન અવસર આપી નથી રહી, તે સત્તા પક્ષ માટે કામ કરતી દેખાઈ રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.