Western Times News

Gujarati News

ઇન્દોરમાંં બીકોમ સેકન્ડ યરમાં ભણતી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

ઇન્દોર, બીકોમની વિદ્યાર્થિનીએ સુસાઇડ કરી લીધું હતું. વિદ્યાર્થિની પાસેથી સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં લખ્યું હતું, “સાંભળ્યું હતું કે માત્ર ફિલ્મમાં જ ગેમ ચાલે છે, પરંતુ આજે અસલિયતમાં પણ જાેઈ લીધી. પરિવારને હેરાન ના કરતા. મરજીથી આત્મહત્યા કરું છું.”

વિદ્યાર્થિનીએ ધાબેથી છલાંગ મારી હતી અને મોત નીપજ્યું હતું. આ હચમચાવતી ઘટના ઈન્દોરમાં બાણગંગા વિસ્તારની છે. મૃતકનું નામ રજની નિલોરે હતું. તે ૨૦ વર્ષની હતી અને શહેરની પ્રાઇવેટ કોલેજમાં બીકોમ સેકન્ડ યરમાં હતી. તેણે પહેલાં હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. પછી ગળાની નસ ચાકુથી કાપવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં તેણે એસિડ પણ પીવાનો ટ્રાય કર્યો હતો.

આ ત્રણેય પ્રયાસમાં નિષ્ફળ રહ્યા બાદ તે ઘરના બીજા માળેથી કૂદી ગઈ હતી. યુવતીની છ મહિના પહેલાં મહેશ્વરમાં સગાઈ થઈ હતી.
મૃતક રજનીના પિતા નારાયણ સિક્યોરિટી ગાર્ડમાં નોકરી કરે છે. નાઇટ ડ્યૂટી કરીને ઘરે પરત આવ્યા હતા. રજનીએ પિતાને જમાડ્યા અને પછી વાતો કરી હતી. બપોરે જ્યારે તેના પિતા સૂઈ ગયા ત્યારે ઘરની ઉપર બનેલા બીજા રૂમમાં નાની બહેન પાસે ગઈ હતી.

થોડીવાર સુધી અભ્યાસ કર્યો હતો અને સાંજે પાંચ વાગે ધાબેથી કૂદી ગઈ હતી. ઘરની પાછળ કંઈક પડવાનો અવાજ આવ્યો હતો. રજનીની દાદીએ ઘરની પાછળ જઈને જાેયું તો પૌત્રી લોહીલુહાણ પડી હતી. ઘટના સમયે રજનીના માતા કામ અર્થે બહાર ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રજનીનું મોત થયું હતું.

નાની બહેને કહ્યું- ખબર નથી કેમ આમ કર્યુંઃ રજનીની નાની બહેન કોમલ ફર્સ્‌ટ યરમાં છે. બંને બહેનો સાથે સ્પર્ધાત્મક એક્ઝામની તૈયાર કરતા હતા. નાની બહેને કહ્યું હતું કે દીદીએ પપ્પાને જમાડ્યા અને પછી થોડો અભ્યાસ કર્યો હતો. પછી બંને સૂઈ ગયા હતા.

દીદી ક્યારેક ક્યારેક પાણી પીવા ઉઠતી હતી અને તેથી જ તેણે ધ્યાન ના આપ્યું. તેને ખ્યાલ નથી કે દીદીએ આમ કેમ કર્યું. તેણે ક્યારેય સ્ટ્રેસની વાત કરી નથી. પરિવારે કહ્યું હતું કે ઘરમાં કોઈ જાતનો તણાવ નથી. રજની અભ્યાસમાં પણ સારી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.