Western Times News

Gujarati News

રાજ્ય ઇચ્છે તો હિન્દુઓને લઘુમતીનો દરજજાે આપી શકે છે: કેન્દ્ર સરકાર

મિઝોરમમાં ૨.૭૫ ટકા, લક્ષદ્વીપમાં ૨.૭૭ ટકા, કાશ્મીરમાં ૪ ટકા, નાગાલેન્ડમાં ૮.૭૪ ટકા, મેઘાલયમાં ૧૧.૫૨ ટકા  હિંદુ વસ્તી છે.

સુપ્રિમ કોર્ટે કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રાલયથી નારાજ થઈને ૭૫૦૦ રૂપિયાનો ટોકન દંડ ફટકાર્યો હતો.

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે કોર્ટમાં હિન્દુની વસ્તી જે રાજ્યમાં ઓછી હોય તેમાં લઘુમતીમાં તેમની ગણતરી થાય અને તેમે તે દરજજાે આપવામાં આવે. સરકારેસુપ્રીમ કોર્ટને કહ્યું છે કે રાજ્યો પોતાના અધિકારમાં કોઈપણ સમુદાય અથવા ભાષાને લઘુમતીનો દરજ્જાે આપી શકે છે.

તે તેમના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. રાષ્ટ્રીય લઘુમતી આયોગની રચનાને પડકારતી અરજી પર કેન્દ્રએ આ જવાબ દાખલ કર્યો છે. આ અરજીમાં દરેક રાજ્યમાં વસ્તીના હિસાબે લઘુમતીઓના નિર્ધારણની માંગ કરવામાં આવી છે.

ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે ૧૯૯૨ના રાષ્ટ્રીય લઘુમતી આયોગ અધિનિયમ અને ૨૦૦૪ના રાષ્ટ્રીય લઘુમતી આયોગ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન એક્ટને પડકાર્યો છે. તેમનું કહેવું છે કે ૯ રાજ્યોમાં હિન્દુઓ લઘુમતી છે. લદ્દાખમાં હિન્દુઓની વસ્તી ૧ ટકા છે.

મિઝોરમમાં ૨.૭૫ ટકા, લક્ષદ્વીપમાં ૨.૭૭ ટકા, કાશ્મીરમાં ૪ ટકા, નાગાલેન્ડમાં ૮.૭૪ ટકા, મેઘાલયમાં ૧૧.૫૨ ટકા, અરુણાચલ પ્રદેશમાં ૨૯.૨૪ ટકા, પંજાબમાં ૩૮.૪૯ ટકા અને મણિપુરમાં ૪૧.૨૯ ટકા હિંદુ વસ્તી છે. પરંતુ તેમ છતાં તેમને સરકારી યોજનાઓ લાગુ કરતી વખતે લઘુમતીઓ માટે નક્કી કરાયેલો કોઈ લાભ મળતો નથી.

અરજીમાં ૨૦૦૨ના TMA પાઈ વિરુદ્ધ કર્ણાટક કેસમાં સુપ્રીમ કોર્ટના ર્નિણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે લોકો કોઈપણ ક્ષેત્રમાં ઓછી સંખ્યામાં છે તેઓને બંધારણની કલમ ૩૦ (૧) હેઠળ તેમના ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે શાળા, કોલેજાે ખોલવાનો અધિકાર છે.

ઉપાધ્યાય કહે છે કે જે રીતે લઘુમતીઓ દેશભરમાં ચર્ચ સંચાલિત શાળાઓ અથવા મદ્રેસાઓ ખોલે છે, તે રીતે ૯ રાજ્યોમાં હિન્દુઓને પણ મંજૂરી આપવી જાેઈએ. આ શાળાઓને વિશેષ સરકારી રક્ષણ મળવું જાેઈએ.

આ મામલે સુપ્રીમ કોર્ટે ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ નોટિસ જારી કરી હતી. આ વર્ષે ૭ જાન્યુઆરીએ કોર્ટે સરકારને જવાબ દાખલ કરવાની છેલ્લી તક આપી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની ખંડપીઠે, આ વર્ષે ૩૧ જાન્યુઆરીએ, કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રાલય દ્વારા જવાબ દાખલ કરવામાં ઘણા વિલંબથી નારાજ થઈને ૭૫૦૦ રૂપિયાનો ટોકન દંડ ફટકાર્યો હતો.

કેન્દ્રએ અરજીના જવાબમાં કહ્યું છે કે રાષ્ટ્રીય લઘુમતી આયોગનું બંધારણ સંપૂર્ણપણે બંધારણીય છે. લઘુમતી કલ્યાણ એ બંધારણની સમવર્તી યાદીમાં એક વિષય છે. રાજ્યો આ અંગે કાયદો પણ બનાવી શકે છે. એવું નથી કે સંસદ દ્વારા બનાવવામાં આવેલ કાયદો રાજ્યને તેના પ્રદેશમાં કોઈપણ સમુદાય અથવા ભાષાને લઘુમતીનો દરજ્જાે આપતા અટકાવે છે.

કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં મહારાષ્ટ્ર અને કર્ણાટકનું ઉદાહરણ આપ્યું છે. કેન્દ્રએ કહ્યું છે કે મહારાષ્ટ્રે તેના રાજ્યમાં યહૂદી સમુદાયને લઘુમતીનો દરજ્જાે આપ્યો છે. એ જ રીતે કર્ણાટકમાં ઉર્દૂ, તેલુગુ, તમિલ, મલયાલમ, તુલુ, હિન્દી, લમાણી, કોંકણી અને ગુજરાતીને લઘુમતી ભાષાઓનો દરજ્જાે આપવામાં આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.