Western Times News

Gujarati News

નીતીશ કુમાર તરફ યુવાનો દોડતા આવ્યાઃ સ્ટેજ પર માર્યો મુક્કો

પટણા, બિહારના મુખ્યમંત્રીં નીતિશ કુમાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. બખ્તિયારપુર માં ગુસ્સે ભરાયેલા યુવકે નીતિશ કુમાર પર હુમલો કર્યો. યુવક સ્ટેજ પર ખૂબ જ ઝડપથી દોડતો આવ્યો અને મુખ્યમંત્રી તરફ આગળ વધ્યો.

સુરક્ષાકર્મીઓ કંઈ સમજે તે પહેલા યુવક મુખ્યમંત્રી નીતીશ કુમારની નજીક પહોંચી ગયો અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને મુક્કો માર્યો. દરમિયાન, સુરક્ષાકર્મીઓએ તરત જ યુવકને ઘેરી લીધો અને તેને પકડી લીધો, ત્યારબાદ યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો.

જાે કે યુવકના આ હુમલામાં મુખ્યમંત્રીને કોઈ પ્રકારની ઈજા થઈ નથી.યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે. હકીકતમાં, મુખ્યમંત્રી એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે બખ્તિયારપુર પહોંચ્યા હતા. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ બાદ બિહાર પરત ફર્યા છે. તે પછી, તેઓ એક ખાનગી કાર્યક્રમમાં બખ્તિયારપુરમાં મંચ પર પુષ્પાંજલિ આપવા જઈ રહ્યા હતા.

આ પહેલા પણ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહારો થઈ ચૂક્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૦ દરમિયાન મધુબનીમાં યોજાયેલી ચૂંટણી સભા દરમિયાન દર્શકોમાં હાજર વ્યક્તિએ સીએમ નીતિશ પર ડુંગળી અને ઈંટો વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન સ્ટેજ પર હાજર સીએમના સિક્યુરીટી ગાર્ડે મુખ્યમંત્રીની સુરક્ષા કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.