Western Times News

Gujarati News

બાઈડન-પુતિનના બે ટોચના અધિકારીઓ ભારત આવશે

વોશિંગટન/મોસ્કો, યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડન અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ચાણક્ય કહેવાતા બે દિગ્ગજ અધિકારીઓ લગભગ એક જ સમયે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ભારતીય મૂળના અમેરિકાના ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહ અમેરિકા દ્વારા રશિયા પર લગાવાયેલા પ્રતિબંધોને અંતિમ સ્વરૂપ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ યુક્રેન યુદ્ધ દરમિયાન પુતિનની સાથે રહીને મહત્વની ભૂમિકા ભજવી છે.

એક્સપર્ટ્‌સનું માનવું છે કે આ બન્ને ચાણક્યનું ‘મિત્ર’ ભારતમાં આવવાનો સંયોગ નહીં પરંતુ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાનો મહત્વનો પ્રયાસનો ભાગ માનવામાં આવી રહ્યો છે.

જણાવી દઈએ કે દલીપ સિંહ અને લાવરોવ બન્ને આ જ અઠવાડિયામાં ભારત આવી રહ્યા છે. ભારતીય મૂળના દલીપ સિંહને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઈડનના ખાસ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે દલીપ સિંહ ભારતને યુક્રેનના મુદ્દે પોતાનું મંતવ્યા જણાવવા માટે ભારત આવી રહ્યા છે. ભારતે હજુ સુધી રશિયા પર પ્રતિબંધ લગાવવા મુદ્દે પોતાનું તટસ્થ વલણ યથાવત રાખ્યું છે.

ભારત પાસે શું ઈચ્છે છે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ચીનના પ્રવાસ બાદ ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે. ચીનમાં લાવરોવ અફઘાનિસ્તાન મુદ્દે આયોજિત થનારી વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

લાવરોવ અને દલીપ સિંહના પ્રવાસ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે લાવરોવ ૧ એપ્રિલે ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી શકે છે. રશિયા ઈચ્છે છે કે અમેરિકાના પ્રતિબંધોની અસર ભારત સાથેના સંરક્ષણ અને આર્થિક સમજૂતીઓ પર ના પડે.

જેમાં રૂપિયા અને રુબલ પેમેન્ટ પર ચર્ચાનો સમાવેશ થઈ શકે છે. યુક્રેન સંકટને લઈને અમેરિકા અને ભારત વચ્ચે સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે, જે ખુલીને સામે પણ આવ્યો છે.

પાછલા દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને કહ્યું હતું કે સંભવતઃ ભારતને છોડીને આખું યુરોપ અને પ્રશાંત ક્ષેત્રમાં રશિયાના આક્રામણ સામે સંયુક્ત વલણ બનેલું છે. તેમણે એ પણ કહ્યું હતું કે ભારત આ મુદ્દે ક્વોડ સાથે ‘અસ્થિર’ છે.

અમેરિકાના રાજકીય મામલાના અંડર સેક્રેટરી વિક્ટોરિયા નુલેન્ડે પણ ભારત સામે યુક્રેનનો મુદ્દો ઉઠાવ્યો હતો. નુલેન્ડે કહ્યું કે દુનિયાના લોકતંત્રોએ રશિયા અને ચીન જેવી સરમુખત્યારશાહી સામે એક સાથે ઉભા થવું જાેઈએ, જેઓ સુરક્ષા માટે ખતરો બની ગયા છે.

ભારત હજુ સુધી યુક્રેનમાં રશિયાના આક્રામણ અભિયાનનો વિરોધ કરવાથી દૂર રહ્યું છે. એટલું જ નહીં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાની વિરોધમાં લાવાવમાં આવેલા મતદાનમાં પણ ભાગ લીધો નથી. ભારતે રશિયા સાથે આર્થિક સહયોગ યથાવત રાખ્યા છે અને તેલની આયાત પણ ચાલુ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે ઘણી વખત વાત પણ કરી છે.

માનવામાં આવે છે ભારત અમેરિકાના દબાણ પછી પણ પોતાનું વલણ યથાવત રાખી શકે છે. સાથે જ આ સંકટના સમાધાન માટે બન્ને દેશો પણ દબાણ કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.