Western Times News

Gujarati News

સરકારની સુચના ન મળતાં સતત ત્રીજા વર્ષે કૈલાસ-માનસરોવર યાત્રા પુનઃ શરૂ થવા અંગે આશંકા

File

ચાલુ વર્ષે કૈલાસ-માનસરોવર યાત્રા ફરી શરૂ થવા અંગે અનિશ્ચિતતા

(એજન્સી) પિથોરાગઢ, કોરોનાને કારણે બે વર્ષથી મોકુફ રખાયેલી કેલાસ-માનસરોવર યાત્રા ફરી કરવાનું સરકારે નકકી કર્યું હતું. પરંતુ આ વર્ષે પણ તે અનિશ્ચિત હોય તેવું લાગે છે. કેમ કે યાત્રાનું આયોજન કરવા માટેની મુખ્ય સંસ્થાને આ અંગેની તૈયારીઓ અંગે સરકાર તરફથી કોઈ સુચના મળી નથી.

સામાન્યપણે વિદેશ મંત્રાલય યાત્રાની તૈયારી અંગે ચર્ચા માટે મુખ્ય સંસ્થા કુમાઉ મંડલ વિકાસ નિગમ લીમીટેડ અને પીથૌરાઢ જીલ્લા વહીવટીતંત્ર સાથે જાન્યુઆરીમાં ચર્ચા કરે છે. ૩૦ જુનથી શરૂ થતી યાત્રાનું રજીસ્ટ્રેશન ૧૧ એપ્રિલથી કરાવવાનું હોય છે. લિપુલેખ પાસ થઈને પસાર થતી આ યાત્રા મહામારીને કારણે ર૦ર૦ માં મોકુફ રખાઈ હતી.

જે ર૦ર૧માં પણ શકય બની નહતી. તાજેતરનાં મહીનાઓમાં કોરોનાના કેસોમાં ઘટાડાને કારણે અધિકારીઓ આશા રાખી રહયા છે કે યાત્રા આ વર્ષે શરૂ થઈ શકે છે. કેએમવીએનના જનરલ મેનેજરએ પી.બાજપાઈએ કહયું હતું કે અગાઉ વિદેશ મંત્રાલયની સુચનાઓ મેળવ્યા બાદ જાન્યુઆરીથી યાત્રા માટેની તૈયારી શરૂ કરી દેવાતી હતી.

પરંતુ આ વર્ષે અમે હજુ તેની રાહ જાેઈ રહયા છીએ હવે તૈયારી માટે કોઈ સમય બચ્યો નથી.’ અત્યારસુધી અમને કયાંથી કોઈ સુચના મળી નથી. તેમ જણાવતાં પીથોરાગઢના કલેકટર આશીષ ચૌહાણે ઉમેયું હતું કે હવે જાે અમને સુચનાઓ આપવામાં આવે તો પણ મુદત મેળવવાનું મુશ્કેલ હશે. કેમ કે યાત્રા જુનના પહેલા અઠવાડીયાથી શરૂ થાય છે.

ઉલ્લેખનીય ેછ કે કૈલાસ માનસરોવર યાત્રા ૧૯૮૧માં શરૂ કરાઈ હતી. અને દર વર્ષે દેશભરમાંથી આશરે ૧,૦૦૦ ભાવીકો યાત્રાએ જઈને ભગવાન શિવની ર્મૂતિના દર્શનનો લાભ લેતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.