Western Times News

Gujarati News

રતનપુર નજીક ટ્રકે રીક્ષાને અડફેટમાં લેતા રીક્ષામાં સવાર 2 વ્યક્તિઓને ઈજા.

(વિરલ રાણા ) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીક એક હાઈવા ટ્રકે એક રીક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા રોડની બાજુમાં પલ્ટી મારી ગઈ હતી.અકસ્માતની આ ઘટનામાં રીક્ષા સવાર એક મહિલા સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી.
આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ આજરોજ અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામના પ્રકાશભાઈ મંગાભાઈ વસાવા તુવેર વેચવા રીક્ષામાં રાજપારડી આવવા નીકળ્યા હતા.તેમની રીક્ષા ઝઘડીયા – રાજપારડી વચ્ચે રતનપુર ગામ નજીકથી પસાર થઈ રહી હતી.
ત્યારે તે દરમ્યાન પાછળથી આવતી એક હાઈવા ટ્રકે રીક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી.રીક્ષામાં બેઠેલા અંકુરબેન વસાવા તેમજ સંદિપભાઈને રીક્ષા પલ્ટી મારતા ઈજાઓ થઈ હતી. રીક્ષામાં રાખેલ તુવેર રોડ પર વેરાઈ જવા પામી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.
અકસ્માત બાદ હાઈવા ટ્રકનો ચાલક ટ્રક ઘટના સ્થળ પર મુકીને નાશી છુટ્યો હતો. લઆ અંગે પ્રકાશભાઈ મંગાભાઈ વસાવા રહે.ઉછાલી તા.અંકલેશ્વરનાએ અકસ્માત સર્જી નાશી જનાર ટ્રક ચાલક વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.