Western Times News

Gujarati News

નવસારીમાં રાતોરાત 4000 મરઘાં ગાયબ

નવસારી, ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામે આવેલ એક મરઘાં ફાર્મમાંથી રાતોરાત લગભગ ૪૦૦૦ જેટલા મરઘાં ગાયબ થઈ જતાં ફાર્મના સંચાલકે રૂ. ૬.૭૨ લાખનું નુકસાન થયું છે. એસ એન્ડ પી ફીડ્સ પ્રા. લી નાસિકના મેનેજરે ચીખલી પોલીસમાં એક અરજી આપી છે. જોકે, આ મરઘાં ફાર્મ સંભાળનાર મેનેજર પણ મોબાઈલ બંધ કરી ગાયબ થઈ જતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ગૌતમભાઈ ચંદુભાઈ પટેલ દ્વારા ૯ હજાર સ્કવેર ફુટમાં મરઘા ફાર્મ બનાવવામાં આવ્યુ છે. મરઘાંની રોજેરોજ તપાસ કંપનીના મુકવામાં આવેલ સુપરવાઈઝર દ્વારા કરવામાં આવતી હતી. ગત બીજી સપ્ટેમ્બરથી ૧૧મી ઓકટોબર સુધી મરઘાની ચકાસણી કરતા બરોબર રહ્યા હતા. S&P ફીડસ પ્રા.લિ દ્વારા ૬ હજાર નંગ જેટલા મરઘા મુકવામાં આવ્યા હતા.કંપનીના ચીખલીના બ્રાંચ મેનેજર ચંદ્રકાંતભાઈ ગોપાલ અને ગૌતમભાઈ પટેલ રાનવેરીખુર્દ ખાતે ફાર્મ હાઉસ ઉપર આવીને જોતાં ફાર્મ હાઉસમાં ૬ હજાર મરઘામાંથી ૪ હજાર મરઘાની ઓછા હોવાનુ જણાયું હતું. આ ૪ હજાર મરઘાંની અંદાજિત કિંમત રૂ. ૬.૭૨ લાખ ગણવામાં આવી છે ત્યારે આ મરઘા ફાર્મમાંથી ૪ હજાર મરઘાંની ચોરી થઈ છે કે કેમ અને આ મરઘા ક્યાં ગાયબ થયાં છે તે અંગે ચીખલી પોલીસ મથકે એક અરજી આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.