Western Times News

Gujarati News

કચ્છના દરિયે પાક.થી આવતુ ૨૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Files Photo

કચ્છના દરિયે મોટું સર્ચ ઓપરેશન

અમદાવાદ, ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે મેગા ઓપરશન કરીને ૨૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. પાકિસ્તાનથી આવતી બોટમાંથી ૫૬ કિલો ડ્રગ્ઝ ઝડપાયું છે.

કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. જેમાં નાપાક પાકિસ્તાનની સૌથી મોટી પોલ ખુલી છે. પાકિસ્તાનથી આવતા ડ્રગ્સના પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસે મોટી કાર્યવાહી કરતા ૨૮૦ કરોડ રૂપિયાની કિંમતનું ૫૬ કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ છે. ભારતીય કોસ્ટગાર્ડની મદદથી ગુજરાત ATS એ મોટું ઓપરેશન પાર પાડ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કરાંચીથી અલહજ નામની બોટ આવતી હતી, જેની તપાસ કરવામાં આવતા ડ્રગ્સના જથ્થા સાથે ૯ આરોપીની ધરપકડ કરાઈ છે. બોટમાં હેરોઇન હોવાની માહિતી મળી હતી. આંતરરાષ્ટ્રીય જળ સીમા કચ્છ પાસેથી ફરી ડ્રગ્સ જપ્ત કરાતા પોલીસ તંત્ર સાબદુ થઈ ગયુ છે. યુવાનોને બરબાદ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ પહેલીવાર નથી કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાયુ છે.

આ સિવાય કચ્છના દરિયે તથા ગુજરાતના અનેક શહેરોમાં નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સ ઘૂસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.