Western Times News

Gujarati News

રાજપારડી ખાતે સીવણ ક્લાસ કરતી મહિલા ક્લાસનો સમય પૂર્ણ થયા બાદ ગુમ થઈ.

ઝઘડિયાના નાની જાંબોઈની ૨૦ વર્ષીય પરિણિતા રહસ્યમય સંજોગોમાં લાપતા.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે સીવણ ક્લાસ કરવા આવતી ૨૦ વર્ષીય પરિણિતા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જવાની ઘટના બનવા પામી છે.
રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના નાની જાંબોઈ ગામની કિંજલબેન નામની ૨૦ વર્ષીય યુવતી રાજપારડી ચાર રસ્તા નજીક ચાલતા એક સીવણ ક્લાસમાં તાલિમ માટે આવતી હતી.ગતરોજ તા.૫ મીના રોજ કિંજલ સીવણ ક્લાસમાં આવી હતી.

સીવણ ક્લાસનો સમય પૂર્ણ થયા બાદ તે સીવણ ક્લાસમાંથી બહાર નીકળી હતી.પરંતું ત્યાર બાદ તે તેના ઘરે પહોંચી ન હતી.પરિવારજનોએ લાપતા થયેલ કિંજલની શોધખોળ કરવા છતાં તે મળી નહતી.કિંજલ સીવણ ક્લાસનો સમય પૂર્ણ થયા બાદ કોઈને કંઈ કહ્યા વિના ક્યાંક જતી રહી હોઈ કિંજલના પતિ સંજયભાઇ હરિભાઈ વસાવા રહે.નાનીજાંબોઈ તા.ઝઘડિયાનાએ રાજપારડી પોલીસમાં પોતાની પત્નિ ગુમ થવા બાબતની જાણ કરી હતી.આ ૨૦ વર્ષીય પરિણિતા કિંજલ ગુમ થવાની ઘટનામાં હાલતો રહસ્ય સર્જાયુ છે.રાજપારડી પોલીસે કિંજલના પતિની ફરિયાદ મુજબ કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.