Western Times News

Gujarati News

દાહોદની મુલાકાત માટે ૪૨ સનદી અધિકારીઓનું આગમન

દાહોદ :  મસુરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી કેન્દ્રીય પ્રશાસન અકાદમીના ૯૪માં ફાઉન્ડેશન કોર્સના ૪૨ અધિકારીઓ તેમની રૂરલ ફિલ્ડ વિઝીટ માટે આજે દાહોદ આવી પહોંચ્યા હતા અને અહીં જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી વિજય ખરાડી સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં કલેક્ટર શ્રી ખરાડીએ દાહોદ જિલ્લાની આર્થિકભૌગોલિક અને સામાજિક રૂપરેખાની સમજ આપી હતી અને આ અધિકારીઓને તેમની ગ્રામીણ વિઝીટ દરમિયાન સરકારી યોજનાના અમલીકરણની સમાલોચના કરવા જણાવ્યું હતું.

 તેમણે દાહોદ જિલ્લાની ભૌગોલિક રચનાઇતિહાસઆર્થિક અને સામાજિક પ્રવૃત્તિની વિસ્તુત સમજ સનદી અધિકારીઓને આપી હતી અને તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરવા શુભકામના પાઠવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે પોતાની આઇએએસ દરમિયાન તાલીમ દરમિયાન કરેલી ગ્રામીણ વિઝીટના અનુભવો વર્ણવ્યા હતા અને સનદી અધિકારીઓને પોતાનો રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવો એ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સનદી અધિકારીઓના સાત સમુહ સાથે સ્થાનિક એક એક અધિકારીઓને નોડેલ ઓફિસર તરીકે ફરજ સોંપવામાં આવી છે. જે ગ્રુપ સાથે રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.