Western Times News

Gujarati News

ઠાસરાના બાધરપુરા પાસે રોંગ સાઈડ આવતી બસ અને ક્રેઈન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

(પ્રતિનિધિ) સેવાલીયા : ખેડા જિલ્લાના ઠાસરા પાસેના ડાકોર – સેવાલિયા હાઈવે પર ગુરુવારે મોડી સાંજે એસટી બસ અને ક્રેઇન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ દાહોદ ડેપોની હોવાનું જાણવા મળે છે. અકસ્માતમાં ૨૫ વ્યકિતઓને વધતા ઓછા પ્રમાણમાં ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અને ૨ લોકોની હાલત ગંભીર હોવાની આશંકા સેવાઇ રહી છે.

મળતી માહિતી મુજબ તાઃ- ૧૭-૧૦-૨૦૧૯ના લગભગ ૮ઃ૦૦ વાગ્યાના પછીના સમયે ગોધરા તરફથી આવતી દાહોદ – થી – કેશોદ જઈ રહેલ જી.જે ૧૮ ઝેડ ૧૩૧૦ વાળી પુરફાટ ઝડપે જતી એસ.ટી બસના ચાલકે અચાનક બસ ઉપર કાબુ ગુમાવતા સામેથી આવતી ક્રેઈન માં ધડાકાભેર અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ આસપાસના ગ્રામજનો તથા પોલીસ જવાનોની મદદથી ઘાયલ લોકોને ઠાસરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા ઇજાગ્રસ્ત લોકોને ઠાસરા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા જેમાં (૧) અનિલભાઈ કરશનભાઇ ઉ.વ ૨૩ (૨) માયારામ સરદાર મોરે ઉ.વ ૩૫ (૩) પ્રિયા અનિલ મોરે ઉ.વ દોઢ (૪) સોમીબેન કમલેશભાઈ ભુરિયા ઉ.વ ૩૦

(૫) કમલેશભાઈ રત્ના ભાઈ ભુરિયા ઉ.વ ૩૦ (૬) ઇતિનિયા સકનિયા ઉ.વ ૬૦ (૭) ગોમભાઈ ભારમું નારગાવી ઉ.વ ૬૦ (૮) અમાસિયા સુથારીયા અષાઢા ઉ.વ ૫૦ (૯) નરેશભાઈ કરશનભાઇ ભુરિયા ઉ.વ ૩૦(૧૦) રૂમાબેન અનિલભાઈ ભુરિયા ઉ.વ ૨૨ (૧૧) રાધિકા કરશનભાઇ ભુરિયા ઉ.વ ૭(૧૨) મહેશભાઈ કરશનભાઇ ભુરિયા ઉ.વ ૨૦ (૧૩) રેહતીબાઈ મિસરીલાલ મોરે ઉ.વ ૩૦ (૧૪) સંતોષ મિસરીલાલ મોરે ઉ.વ ૧૫ (૧૫) ગંગારામ હીરાલાલ મોરે ઉ.વ ૨૫ (૧૬) બીલીબેન ગોતાભાઈ નરગાવી ઉ.વ ૪૦ (૧૭) ભિયાન ગિરધર સોલંકી ઉ.વ ૩૫ નાઓને સારવાર હેઠળ ખસેડયા હતા.

બસ ડ્રાયવરે કાબુ ગુમાવતા સામેથી આવતી ક્રેઈનને ધડાકાભેર અથડાવી બસ ચાલકની ગફલતભરી રીતે હકારતા અકસ્માત સર્જયો હતો. ક્રેનનો રોડ બસને વચ્ચેના ભાગથી ચીરતો કંડકટરના સીટ સુધી પહોંચી ગયો હતો. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે જોનારા દંગ રહી જાય પરંતુ મોડી સાંજ સુધી વધુ મોત થયાના કોઈ સમાચાર મળ્યા ન હતા.

અકસ્માત બાદ આજુબાજુના ગામના યુવાનો અને પોલીસ જવાનોએ ઘાયલ લોકોને નિદાન માટે દવાખાને લઈ જવા મદદ કરી હતી. અને ત્યારબાદ મોડી રાત્રે અન્ય મુસાફરોની જમવાની વ્યવસ્થા પણ આજુબાજુના ગ્રામજનોએ કરી હતી.

જેથી માનવતાની મહેક પ્રસરી ગઈ હતી. બસના મુસાફર ગંગારામ હીરાભાઈ મોરેનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે “બસ દાહોદથી ઉપડી હતી. લગભગ બપોરે ૫ઃ૩૦ના સુમારે ત્યારથી અકસ્માત સુધી બસ કોઈ જગ્યાએ ફ્રેશ થવા કે નાસ્તા માટે બસનો કોઈ જગ્યાએ સ્ટોપ આપવામાં આવ્યો ન હતો.

બસનો દ્રાઈવર પુરફાટ ઝડપે બસ હકારતો હતો. અને ગફલત ભરી રીતે હકારેલ બસ ટ્રકની ઓવરટેક કરવા જતાં સામે આવતી ક્રેનમાં ધડાકાભેર અથડાઈ અકસ્માત સર્જાયો હતો.” અને બસનો ચાલક નશાનો બંધાણી હોવાની ચર્ચાઓ પણ લોક મુખે ચર્ચાઈ રહી હતી. *


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.