Western Times News

Gujarati News

ઇડર ડેપોના બસ કંડકટરને મોબાઇલ બસમાંથી મળતા મૂળ માલિકને પરત કર્યો.

નેત્રામલી:  ઇડર ડેપો દ્વારા ચાલતી એક્સપ્રેસ બસ ઇડર – બોડેલી જે બોડેલી થી પરત ઇડર આવવા માટે સવારે નિયત સમયે ઉપડી હતી ત્યારે તેમાં ખાધોલ ગામનો યુવાન કલ્પેશભાઈ મકવાણા ઇડર આવવા માટે બેઠો હતો. ઇડર સ્ટેન્ડ આવતા મુસાફર કલ્પેશભાઈ ઉતરી પોતાના ઘરે જતા રહ્યો હતો.

ત્યારે બસ વકૅશોપ માં જતા બસનાં કંડકટર કલ્પેશ રામી એ બસ ચેક કરતાં સીટ ઉપરથી મોબાઇલ મળી આવ્યો હતો. ત્યારે તેમણે મોબાઇલ ના મૂળ માલિકને જાણ કરી  ડેપોમાં ફરજ બજાવતા  ટી.આઇ વિક્રમસિંહ અને એ.ટી.આઇ નિશીતભાઇ નાયક ની હાજરીમાં મોબાઇલ મૂળ માલિકને પરત કર્યો હતો.

એસ.ટી સ્ટાફ અને મોબાઇલ માલિકે  બસ કંડકટરની પ્રમાણિકતાને બિરદાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.