Western Times News

Gujarati News

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના અશ્વમેઘ યજ્ઞને રોકવાની કોઇની તાકાત નથી:- શ્રી સી.આર.પાટીલ

ગુજરાત ભાજપનો કાર્યકર જ્યારે કોઇ નિશ્ચય કરી આગળ વધે ત્યારે તે કાર્યકરોની અડફેટે આવનાર તમામ લોકોનો સફાયો થઇ જાય છે:- શ્રી સી.આર.પાટીલ
આજરોજ સુરત જીલ્લાના કડોદરા ખાતે “વન ડે વન ડિસ્ટ્રીકટ” કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો
___
ગુજરાતમાં એક મહાઠગ આવે છે ગુજરાતના લોકોને ઠગવાનો પ્રયત્ન કરે છે એટલે ગુજરાતના લોકોને ચેતવું છું:- શ્રી સી.આર.પાટીલ
___
ચૂંટણી આવે તે પહેલા દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ કરતાં આવી જાય છે:- શ્રી સી.આર.પાટીલ
___
કેટલાક પક્ષોના નેતાઓ ચૂંટણી આવતા લોકોની વચ્ચે આવે છે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પહેલેથી જ પ્રજાની વચ્ચે રહી સેવાકીય કાર્યો કરે છે.:- શ્રી.સી.આર.પાટીલ
___
ગુજરાત પ્રદેશમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે સંગઠનને મજબૂત બનાવી નવો વેગ આપ્યો છે:- શ્રીમતી દર્શનાબેન જરદોષ
___

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાતના પ્રદેશ અધ્યશ્રી સી.આર.પાટીલ સાહેબ “વન ડે વન ડિસ્ટ્રીકટ” કાર્યક્રમ હેઠળ જીલ્લાના કાર્યકરોને અને આગેવાનોને મળવાનો કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે આજે “વન ડે વન ડિસ્ટ્રીકટ” કાર્યક્રમ અંતર્ગત સુરત જીલ્લાના છત્રાલા શોપિંગ થી શ્રી અકાળમુખી હનુમાનજી મંદિર કડોદરા સુધી ભવ્ય બાઇક રેલી યોજી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબનું કાર્યકરોએ ઉષ્માભેર ભવ્ય સ્વાગત કર્યુ. સમગ્ર બાઇક રેલી દરમિયાન સ્થાનિક નાગરીકોએ પણ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબનું અભિવાદન ઝીલ્યું હતું. બાઇક રેલી દરમિયાન કાર્યકરોએ કેસરિયો ખેસ અને ટોપી પહેરી સમગ્ર રસ્તામાં કેસરિયો છવાયો હતો. બાઇક રેલી દરમિયાન કાર્યકરોએ ભારત માતા કી જય વંદે માતરમના નારાથી રસ્તાઓ ગજવ્યા હતા. આ કાર્યક્રમમા સુપોષણ અભિયાન હેઠળ બાળકોને સુપોષિત કરવા માટે સુમુલ ડેરી દ્વારા ન્યુટ્રીશીયન કીટના પેકેટ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે કુપોષિત બાળકોને આપવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી દર્શનાબેન જરદોશએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત પ્રદેશમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે સંગઠનને મજબૂત બનાવી નવો વેગ આપ્યો છે. શ્રી સી.આર.પાટીલ સાહેબ પોતે કોઇ પણ કાર્ય કરે તો તેનો યશ પાર્ટીના દરેક કાર્યકરોને આપે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જે રીતે મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યુ તે જ રસ્તે પ્રેદશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીસ સાહેબે પણ મહિલાઓના ઉત્થાન માટે પ્રયાસો કર્યા અને ચુંટાયેલા પ્રતિનિધિ હોય કે જે પદ પર બહેનો કામ કરતી હોય તેમનું માન સન્માન વધે તે સશકત બને તે દિશામાં કામ કરે છે. ગુજરાતમાં આજે સરકાર અને સંગઠન એક સાથે કામ કરી રાજયની સેવા કરે છે. સૌ સાથે મળી ગુજરાત અને દેશના નિર્માણ અને વિકાસમાં કામ કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ભર ગરમીમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અહિયાં આવ્યા અને સ્વાગત કર્યુ તે બદલ આપ દરેક કાર્યકર્તાઓને વંદન. આજે મોટી સંખ્યામાં કાર્યકરોને જોઇને ઘણી પાર્ટીના આગેવાનોના છાતીના પાટીયા બેસી ગયા હશે. ગુજરાત ભાજપનો કાર્યકર જ્યારે કોઇ નિશ્ચય કરી આગળ વધે ત્યારે તે કાર્યકરોની અડફેટે આવનાર તમામ લોકોનો સફાયો થઇ જાય છે. છેલ્લા 2 વર્ષના કાર્યકાળમાં ભાજપના કાર્યકરોએ જાગૃત થઇને 2022ના લક્ષ્ય તરફ આગળ વધવાનું શરૂ કર્યુ છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના અશ્વમેઘ યજ્ઞને રોકવાની કોઇની તાકાત નથી. ભાજપ પાસે સૈનિકો રૂપી કાર્યકર્તાઓની ભરમાર છે આજે ભાજપના કાર્યકરો દરેક જીલ્લામાં છે.

શ્રી પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, આખા દેશમાં ભાજપને પાર્ટી વિથ ડિફરન્સ તરીકે લોકો ઓળખે છે. ભાજપના કાર્યકરને હાંકલ મળે ત્યારે સૈનિકને મા ભોમની હાંકલ પડે ત્યારે જે રીકે કામ કરે તેમ ભાજપનો કાર્યકર પણ ટાઢ, તાપ અને વરસાદ જેવી કોઇ પણ પરિસ્થિતિમાં પાર્ટી માટે કામ કરે છે. આખા દેશમાં ગુજરાત પ્રદેશે નક્કી કર્યુ કે ગુજરાત પ્રદેશના કાર્યકરોને ત્રણ દિવસની રજા આપવી પ્રદેશ કે જીલ્લામાં કોઇ કાર્યક્રમ નહી આપવા આ સુચનને જીલ્લાના પદાધિકારીઓ અને જીલ્લાના પ્રમુખોએ આ સુચનનું પાલન કર્યુ. પરંતુ મે જોયુ કે ભાજપનો એક પણ કાર્યકર રજા પર ન હતો. કાર્યકરોએ કહ્યુ જયારે ચૂંટણીના માત્ર છ મહિના બાકી હોય તે સમયે ભાજપનો કાર્યકર આરામ કરે રજા પાડે તે ભાજપના કાર્યકરના લોહીમાં નથી.

શ્રી પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, ભાજપના કાર્યકરોની વિશિષ્ટતા છે કે, કાર્યકરના ઘરે કોઇ શુભ પ્રસંગ હોય તો પણ સેવાકીય કાર્ય કરી લોકોની સેવા કરે છે. ભાજપના કાર્યકરોએ નવા સંગઠન સાથે જે રીતે કામ કર્યુ છે તેમાં 90.5 ટકા સિટોમાં જીત મેળવી છે. ગુજરાતમાં ચૂંટણી આવી છે ત્યારે ચોમાસામાં જેમ દેડકા આવે તેમ કેટલીક પાર્ટીના આગેવાનો પણ આવે છે. ચૂંટણી પહેલા કોઇ દેખાતા નથી સેવાકીય પ્રવૃતિમાં તે પાર્ટીને રસ હોતો નથી. પરંતુ ભાજપનો કાર્યકર આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, આદરણીય ગૃહમંત્રશ્રી અમિતભાઇ શાહ સાહેબ અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભપેન્દ્રભાઇ પટેલ સાહેબના નેતૃત્વમાં આગળ વઘી રહ્યો છે. અન્ય રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં એક મહાઠગ આવે છે ગુજરાતના લોકોને ઠગવાનો પ્રયત્ન કરે છે એટલે ગુજરાતના લોકોને ચેતવું છું કે આવા લોકોથી સાવઘાન રહે આપણા દેશમાં ઘણી જાનીમાની હસ્તીઓ છે તેમાં કોઇને પપ્પુ કેહવામાં આવે તો બધા ઓળખી જાય છે એમાં નામ લેવાની જરૂર નથી.

શ્રી પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, ગુજરાતની પોતાની એક સંસ્કૃતિ છે ગુજરાત પ્રદેશની એક વિશિષ્ટતા છે કે ગુજરતી હાથ હંમેશા આપવા લંબાવે માંગવા કયારેય હાથ લંબાવતો નથી ગુજરાતની જનતાને મફતનું કશુ ગમતુ નથી અને આવી ગુજરાતની જનતાને મફતની લાલચ આપી કોઇ પાર્ટી મત માંગે તો પણ મતો કોઇ નહી આપે. આવી ગુજરાતની સંસ્કૃતિ પર કોઇ રાજકીય પાર્ટી પ્રહાર કરે તો ગુજરાતની જનતા તેમને સાખી નહી લે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશ અને વિદેશમાં ભારતનો ડંકો વગાડયો છે તેની શરૂઆત ગુજરાતમાં વિકાસના મોડલથી કરી. ગુજરાતનુ મોડલ એટલે સર્વાગીં વિકાસનું મોડલ. દરેક વર્ગના લોકો માટે યોજના બનાવી તેનો લાભ છેવાડાના માનવીને મળે તેનો સફળ પ્રયાસ પણ ભાજપાએ કર્યો ભાજપનો કાર્યકર ટેકનોલોજી થી સજ્જ છે અને તેનો ઉપયોગ કરી લોકોની સેવા કરે છે.

શ્રી પાટીલ સાહેબે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસે કયારેય જનતાના હિતમાં કોઈ યોજના કરી નથી. ખેડૂતો માટે કોઇ યોજના બનાવી નથી પરંતુ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ખેડૂતોની ચિંતા કરી તેમને મદદ મળે તે માટે સહાય તેમના ખાતામાં સિઘી જમા કરાવે છે. ગુજરાતના યુવાનોની ચિંતા કરી અને યુવોનો નિરાશ ન થાય તે માટે 50 હજારથી 50 લાખ સુઘીની લોન મળે તે માટે આત્મનિર્ભર યોજના બનાવી છે કોઇ પણ યુવાન અરજી કરે તેમા લાયકાત પ્રમાણે યોજનાનો લાભ મળી શકે છે. આખા વિશ્વમાં કોઇ વડાપ્રધાને પોતાના દેશના યુવાન પર વિશ્વાસ નથી મુક્યો પરંતુ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભારત દેશના યુવાનો પર વિશ્વાસ મુક્યો અને લોન માટે ગેરેંટેર બન્યા છે. આપણા બધાની ફરજ છે કે કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ નીચે સુધી લઇ જઇએ. બજેટમાં જે રીતે યોજનાઓ બનાવી છે કાર્યકરોએ જે રીતે રજૂઆતો કરી તે તમામ રજૂઆત સાંભળીને યોજના બનાવી છે. ગુજરાતમાં હજુ સુઘી વિજકાપ નથી. “વન ડે વન ડિસ્ટ્રીકટ” નો કાર્યક્રમ ભાજપના કાર્યકરોને મળવાનો એક અવસર છે પેજ સમિતિના સભ્યો એ આપણા પાયાના કાર્યકરો છે તેમની સાથે સંવાદનો કાર્યક્રમ છે. અંતમાં દરેક કાર્યકરોને અભિનંદ પાઠવી સંકલ્પ લેવડાવ્યો કે માંડવી બેઠકમાં ભાજપનો ભવ્ય વિજય થાય તેની જવાબદારી કાર્યકરોના શિરે છે. મહાઠગને એક પણ સિટ ન મળે તેની કાળજી લેવા હાંકલ કરી.

આ કાર્યક્રમમાં સુરત જીલ્લાના અધ્યક્ષશ્રી સંદિપભાઇ દેસાઇ, પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી રજનીભાઇ પટેલ, શ્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રભાઇ પટેલ, પ્રદેશના મંત્રીશ્રી રઘુભાઇ હુંબલ, કેન્દ્રના મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, રાજયના મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ, રાજયના મંત્રીશ્રીઓ  શ્રી પુર્ણેશભાઇ મોદી, શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી વિનુભાઇ મોરડીયા, સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, જીલ્લાના પ્રભારીશ્રી ભરતભાઇ રાઠોડ, સુરત જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલ, પુર્વ ઘારાસભ્યશ્રીઓ, પુર્વમંત્રીશ્રીઓ, સુમુલડેરીના ચેરમેનશ્રી માનસિંગભાઇ પટેલ, સુમુલડેરીના વાઇસ ચેરમેનશ્રી રાજુભાઇ પાઠક, સુરત શહેરના પ્રમુખશ્રી નીરજંનભાઇ ઝાઝમેરા, ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી પ્રવિણભાઇ ઘોઘારી, શ્રી વી.ડી ઝાલાવાડીયા, શ્રી કાંતીભાઇ બલ્લર, શ્રીમતી ઝંખનાબેન પટેલ, શ્રી પીયુષભાઇ દેસાઇ, શ્રી મોહનભાઇ ડોડીયા, શ્રી આત્મારામભાઇ પરમાર સહિત પ્રદેશના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.