Western Times News

Gujarati News

સસરાની ગંદી હરકતોથી કંટાળીને પુત્રવધૂનો આપઘાત

તલોદ, વધુ એક યુવતીએ સાસરિયાના શારીરિક અને માનસિક ત્રાસને પગલે આપઘાત કરી લીધો છે. સાબસકાંઠા જિલ્લાના તલોદમાં બે સંતાનોની માતા એવી ૨૬ વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધી છે. પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યાની વિગત સામે આવી છે.

આપઘાત પહેલા પરિણીતાએ એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણીને તેના સસરા તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ છે. એવી પણ વિગતો મળી છે કે સસરા તરફથી આપવામાં આવતા ત્રાસની ફરિયાદ પરિણીતાએ તેના માતાપિતાને પણ કરી હતી. જાેકે, કોઈ ઉકેલ ન આવતા અંતે તેણીએ પોતાના બે સંતાનોને નોધારા મૂકીને આપઘાત કરી લીધો છે.

મૃતક સુનીતા ઉર્ફે સરિતાના લગ્ન તલોદ ખાતે રહેતા ધર્મેન્દ્રકુમાર લખારા સાથે થયા હતા. લગ્ન જીવનથી ધર્મેન્દ્ર અને સરિતાને બે સંતાન હતા. જેમાં એક દીકરીની ઉંમર ચાર વર્ષ અને બીજી દીકરીની ઉંમર પાંચ માસ છે. આપઘાત કરી લેનારી સરિતાએ અનેક વખત ઉદેપુર રહેતા તેમના માતાપિતાને ફરિયાદ કરી હતી કે તેણીના સસરાની નિયત સારી નથી લાગી રહી. તેઓ તેણીને ખરાબ નજરે જાેયા કરે છે.

આ વાતને લઈને સરિતાના માતાપિતાએ સરિતાના પતિ ધર્મેન્દ્ર અને સરિતાના સસરા મીઠાલાલને સમજાવ્યા હતા અને ઠપકો પણ આપ્યો હતો. જાેકે, સમજાવવા છતાં મીઠાલાલની ગંદી હરકતો ચાલુ જ રહી હતી. જે બાદમાં સરિતાએ ૧૪મી મેના રોજ પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો.

જમાઈએ આપઘાતની જાણ કરતા સરિતાના માતાપિતા તલોદ ખાતે દોડી આવ્યા હતા. આ દરમિયાન તપાસ કરતા સરિતાના કપડાંમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં સરિતાએ લખ્યું છે કે તેના સસરા મીઠાલાલ તેણીને ખરાબ નજરથી જુએ છે.

અનેકવાર અડપલાં કરે છે. તેણી વશ ન થાય ત્યારે શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. આ ઉપરાંત તેણીના સસરા ઝઘડા કરતા હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. સરિતાએ આપઘાત કરી લેતા તેના પિતા પ્રભુલાલે તલોદ પોલીસ સમક્ષ દીકરીના સસરા મીઠાલાલ લખારા વિરુદ્ધ ફરિયાદ આપી છે.

આ સાથે જ તેમણે સુસાઇડ નોટ પણ પોલીસને સોંપી છે. આ મામલે પોલીસે મૃતકના સસરા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધારી તપાસ હાથ ધરી છે. આ રીતે વધુ એક યુવતીએ સાસરિયાના ત્રાસથી જિંદગીનો અંત આણ્યો છે. બીજી તરફ સસરાના ત્રાસથી આપઘાત કર્યાની જાણ થઈને લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.