Western Times News

Gujarati News

RTO અધિકારીની જંબુસરમાં સરપ્રાઈઝ ચેકિંગથી મીઠાના અગરિયાઓમાં ફફડાટ

આરટીઓ અધિકારીની જંબુસરમાં સરપ્રાઈઝ ચેકિંગથી મીઠાના અગરિયાઓમાં ફફડાટ : ભરૂચમાં ક્યારે?

(વિરલ રાણા) ભરૂચ,જંબુસર તાલુકામાં મીઠા ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે અને અગરીયાઓના પાપે જંબુસર નગરની જનતાને વેઠવાનો વારો આવ્યો છે.રજુઆતો કરવા છતાંય મીઠાની ઓવરલોડ ટ્રકો જંબુસર થી પસાર થતી હતી આજે આરટીઓ અધિકારીની સરપ્રાઈઝ ચેકિંગથી અગરિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
જંબુસર તાલુકાના દેવલા માલપુર નાડા સહીત ના ગામો માં મીઠાના અગરોમાં મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે એનું વહન થતી ટ્રકો હાઈવા દ્વારા કરવામાં આવે છે.

આ ટ્રકોમાં અગરિયાઓ પોતાના સ્વાર્થ ખાતર ઓવરલોડ મીઠુ ભરી રોડ રસ્તા તથા જનતાના આરોગ્ય સાથે રમત રમી રહ્યાં છે.ઓવરલોડ મીઠુ ભરી આવતી ટ્રકોમાંથી મીઠું રોડ પર ઢોળાય છે અને રોડને નુકશાન થાય છે તથા રોડ પર ઢોળાઈ મીઠાના કારણે તેની રજકણો હવામાં ઊડી માનવજીવનના સ્વાસ્થ્યને અસર કરે છે.જે અંગે જંબુસર ના અગ્રણીઓ દ્વારા વખતો વખત આંદોલનો કરવામાં આવ્યા છે.ઓવરલોડ મીઠા ભરેલી ટ્રકોને પણ રોકવામાં આવી હતી તેમ છતાં અગરિયાઓ પોતાની મનમાની કરી બે દિવસ બંધ રાખી પરત ઓવરલોડ મીઠુ વહન કરતા હોય છે.

આજરોજ આરટીઓ ઈન્સ્પેક્ટર એન પી ડાયમાં એ કલક ટંકારી ભાગોળ રોડ પર સરપ્રાઈઝ ચેકીંગ હાથધર્યુ હતું.જેમાં મીઠા ભરેલી બે હાઈવા ટ્રકનું વે બ્રિજ પર વજન કરાવાતા કેપેસિટી કરતાં વધું વજનનું મીઠુ ભરેલું હોય મેમો આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.જેને લઈ અગરિયાઓમાં ફફડાટ ફેલાયો હતો ઓવરલોડ મીઠુ ભરી આવતી ટ્રકો બંધ થાય તથા ટ્રક ઉપર તાડપત્રી મારવામાં આવે તેમ જંબુસરનાં રહીશો ઈચ્છી રહ્યા છે.


અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચમાં મીઠા ભરેલા ડમ્પરો નહીં પરંતુ માટી,રેતી સહિત ઓવરલોડ ભરેલા ડમ્પરો પણ બેફામ ચાલી રહ્યા છે.જે ડમ્પરોને કાપડ કે તાડપત્રી દ્વારા ઢાંકવામાં નહીં આવતા પાછળ ચાલતા વાહનચાલકો માટે અવરોધ ઉભો કરી રહ્યા છે.ત્યારે આવા ડમ્પર ચાલકો સામે પણ આરટીઓ એ કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઈ છે નહીંતર કોઈ નિર્દોષ વાહન ચાલક તેનો ભોગ ન બને અને અકસ્માત સર્જાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.