Western Times News

Gujarati News

વાતરસાના સરપંચને માટી ચોરી બાબતે ફરીથી ૪.૯૩ કરોડ ભરવા ખાણ ખનીજ વિભાગની નોટીસ

વાતરસાના તત્કાલીન સરપંચ તથા ડેપ્યુટી સરપંચને માટી ચોરી બાબતે ફરીથી ૪.૯૩ કરોડ ભરવા ભરૂચ ખાણ ખનીજ વિભાગની નોટીસ.
વાતરસા ગામના તળાવમાંથી ૨ લાખ મેટ્રીક ટન સાદી માટીનું ગેરકાયદે ખોદકામ થયું હતું.
(વિરલ રાણા) ભરૂચ,
નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ આમોદ તાલુકા વિકાસ અધિકારી તથા ખાણ ખનીજ વિભાગની સયુંકત તપાસને આધારે દંડ ફટકાર્યો.
આમોદ તાલુકાના વાતરસા ગામના આવેલા સર્વે નંબર ૩૭૬ અને ૩૨૧ વાળા તળાવમાંથી ગેરકાયદે સાદી માટીનું ખનન કરવામાં આવ્યું હતું.જે બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ટીમ દ્વારા વાતરસા ગામે સ્થળ ઉપર સયુંકત તાપસ કરવામાં આવી હતી.વાતરસા ગામે ટાટા પ્રોજેકટ લિમિટેડ દ્વારા પરમીટ માટે અરજી કરી હતી.
તેમજ પરમીટ મંજુર કરવામાં આવી હતી.પરંતુ તેઓ દ્વારા રોયલ્ટી પ્રીમિયમ,સિક્યોરિટી ડીપોઝીટ, ડી.એમ.એફ વગેરે ભરપાઈ કર્યું ના હોવાથી દંડકીય નોટીસ પાઠવવામાં આવી હતી.આ ઉપરાંત વાતરસા ગામનાં જાગૃત નાગરિક દ્વારા ગેરકાયદે માટી ખનન બાબતે અરજી કરવામાં આવી હતી.જે બાબતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ,તાલુકા વિકાસ અધિકારી આમોદ તેમજ ખાણ ખનીજ વિભાગની સયુંકત ટીમ દ્વારા સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી.જે તપાસ અહેવાલમાં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતાન સરપંચ,સભ્યશ્રી તથા તલાટી કમ મંત્રીની જવાબદારી બનતી હોય આ બિનઅધિકૃત ખોદકામ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી.
જેમાં વાતારસા ગામના સર્વે નંબર ૩૭૬ તથા ૩૨૧ (તળાવ) માંથી ૨ લાખ મેટ્રીક ટન બિનઅધિકૃત સાદી માટીનું ખોદકામ થતાં ૪,૯૩,૫૦,૦૦૦ નો દંડ ભરવા વાતરસા ગામના તત્કાલિન સરપંચ તથા ડેપ્યુટી સરપંચને નોટીસ ફટકારવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે વાતરસા ગામે થયેલા માટી કૌભાંડ બાબતે અગાઉ ખાણ ખનીજ વિભાગ દ્વારા ૧૦ મી મે ના રોજ તત્કાલીન સરપંચ તથા ડેપ્યુટી સરપંચને ૧.૪૫ કરોડનો દંડ ભરવા માટે નોટીસ આપવામાં આવી હતી.ત્યારે ખાણ ખનીજ વિભાગે ફરીથી માટી ચોરી અંગે આકરો દંડ ભરવા નોટીસ મોકલતા માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.